થાનગઢના આંબેડકરનગરમાં મારા મારી નજીવી બાબતે

થાનગઢના આંબેડકરનગરમાં ગાળો બોલવા મામલે વણકર યુવાનો વચ્ચે બોલચાલી મારામારી થતાં ત્રણને ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. થાન રહેતો અને કોલેજમાં અભ્યાસ કરતો રવિ અશોકભાઇ પરમાર (ઉ.૨૩) રાત્રીના ઘર પાસે હતો ત્યારે આકાશ ગિરીશભાઇ પરમાર, ગોતમ ભગુભાઇ, અક્ષય સહિતે છરીથી હુમલો કરી ઇજા કરતાં રાજકોટ દાખલ થયો છે. તેના પિતાના કહેવા મુજબ ઘર નજીક આકાશ ગાળો બોલતો હોઇ તેને રવિએ દૂર જવાનું કહેતાં હુમલો થયો હતો. સામા પક્ષે આકાશના કોટુંબીક ભાઇઓ ગોતમ ભુપતભાઇ પરમાર (ઉ.૨૫) અને અક્ષય સુર્યકાંતભાઇ પરમાર (ઉ.૨૨) પણ પોતાના પર રવિ, અશોક, મુકેશ સહિતનાએ ધોકા-પાઇપથી હુમલો કરવામાં આવ્યાની ફરિયાદ સાથે રાજકોટમાં સારવાર લીધી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થાનગઢ પોલીસને જાણ કરી હતી