૮૩ વિદેશી તબલીગી જમાતીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

વન આધારિત પુન:પ્રાપ્ત વીજળી ઉત્પન્ન કરવા કચ્છમાં આડેધડ રીતે લાગતી પવનચક્કી માટે ફાળવવામાં આવતી સરકારી જમીનોના કારણે અનેક રીતે નુકસાની થતી હોવાના હેવાલો અને ઠેરઠેરથી ઊઠી  રહેલા વિરોધ વચ્ચે  વિન્ડમિલને નવી સરકારી જમીન નહીં ફાળવવાનો નિર્ણય લેવાયો છે. કચ્છમાં અનેક પવનચક્કી લગાડવા માટે ત્રણ હેક્ટરથી વધારે જમીન 30 વર્ષના ભાડાપટ્ટે સાવ મામૂલી ભાડાંની રકમથી આપવાની નીતિનો ધીમે ધીમે ગેરલાભ લેવાતો હોવાથી કચ્છની વન્ય તેમજ પ્રાકૃતિક સંપદાનો સોથ વાળતી વિન્ડમિલ કંપનીઓ સામે ઠેર ઠેર વિરોધ ઊઠતો રહ્યો છે. . વિન્ડમિલ આધારિત વીજળી મેળવવાની ભારત સરકારની નીતિના કારણે કચ્છની વિશાળ ભૌગોલિક પરિસ્થિતિને જોઇ કચ્છની પસંદગી કરવામાં આવી હતી, પણ એકબાજુ પવનચક્કી આધારિત વીજળી મેળવવા કંપનીઓમાં રીતસર હરીફાઇ-હોડ જામી હોવાથી એકંદરે કચ્છને નુકસાન હોવાનું ખુદ રાજ્ય સરકારે પણ કબૂલવું પડયું હતું. ગુજરાત સરકારે ભારત સરકાર સામે થઇને વિન્ડ-સોલાર એનર્જી માટે એક પોલીસી બનાવી અલાયદું એનર્જી પાર્ક સ્થપાય એટલા માટે નવી વિન્ડમિલને ગ્રામ્ય કે જંગલ વિસ્તારમાં રૂકજાવની કરવામાં આવેલી માંગને સમર્થન મળતાં તાજેતરમાં મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી સાથેના વિચાર-વિમર્શના અંતે નવી એક પણ વિન્ડમિલને ભાડાપટ્ટે સરકારી ભૂમિ નહીં આપવાનું નક્કી થયું હતું.  જેને તત્કાલીન કલેક્ટર રેમ્યા મોહને પણ અનુમોદન આપીને કચ્છમાં હવે આડેધડ જમીન નહીં આપવાની ભલામણ કરી હતી. આ બાબતને તેમના પુરોગામી  કલેક્ટર એમ. નાગરાજને પણ આગળ વધારતાં આખરે સફળતા મળી હતી જેને શ્રી નાગરાજને સમર્થન આપ્યું હતું. આ અંગે વધુ વિગતો આપતાં કલેક્ટરે જણાવ્યું હતું કે, નવી નીતિ અમલમાં આવી ગઇ છે અને રાજ્યના મહેસૂલ વિભાગનો પરિપત્ર પણ આવી ગયો છે. નવી એક પણ પવનચક્કી સ્થાપવા પર રોક લાગી ગઇ છે. નવી નીતિ પ્રમાણે એનર્જી પાર્કમાં પવનચક્કી તથા સોલાર પાર્કમાં જગ્યા ફાળવવામાં આવશે. કચ્છમાં એનર્જી પાર્ક ક્યાં બનાવવામાં આવશે એ સવાલ સામે તેમણે કહ્યું કે, કચ્છના રણમાં વિગાકોટ ચોકીથી આગળ વિશાળ જમીન ફાળવવાનું આયોજન છે. ભારત સરકાર અને રાજ્ય સરકારનો કચ્છના હિતમાં આ મોટો નિર્ણય છે. કારણ કે 30 વર્ષના ભાડાપટ્ટેથી જમીન આપવાની હોવાથી કચ્છમાં અત્યાર સુધી ત્રણ હજારથી વધારે પવનચક્કી લાગી ચૂકી છે. ફાળવણીનો નિર્ણય જેડા પાસે છે, અમારી પાસે માત્ર જમીન ફાળવણીને લગતી માહિતી હોવાનું જણાવીને કહ્યું કે, 42 લાખ ચોરસ મીટર સરકારી જમીન આપવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો છે અને બાકીની નવી 179 માટે 1063 હેક્ટર જમીન અપાશે.કચ્છના મોટા રણમાં નિર્માણ પામનારા એનર્જી પાર્કમાં સોલાર અને પવનચક્કી આધારિત 30 હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની યોજના હવે કચ્છમાં એનર્જી પાર્ક સિવાય કોઇ સરકારી ભૂમિ ફાળવવામાં નહીં આવે પરંતુ ખાનગી જગ્યા મેળવીને સ્થાપવાની છૂટછાટ આપવામાં આવી છે. થોડા સમય પહેલાં અબડાસાના બાલાચોડ વિસ્તારમાં ગીધ અભયારણ્ય વિસ્તારમાં પવનચક્કીની મનાઇ ફરમાવવામાં આવી હતી, તો તાજેતરમાં પાલરધુના વિસ્તારમાં ઊઠેલા વિરોધને પગલે નવી વિન્ડમિલ પર રોક લગાડવાનો નિર્ણય કલેક્ટરે લીધો હતો. કચ્છનો ભૌગોલિક વિસ્તાર ભલે મોટો છે પરંતુ ઘોરાડ, ગીધ, ઘુડખર અભયારણ્ય આવેલા છે. પ્રાકૃતિક સંપદાને પવનચક્કીના કારણે નુકસાની થતી હોવાના નિષ્ણાતોના અભિપ્રાય પણ મળ્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઇ આ પ્રકારની સરકારે મહોર મારી હોવાનું તેમણે જણાવ્યું હતું.

કચ્છમાં પવનચક્કી માટે ગૌચરની જમીન ફાળવાતા હાઇકોર્ટમાં PIL થઇ છે

કચ્છ જિલ્લાના ગામડાઓમાં ગૌચરની જમીન પવનચક્કી પ્રોજેક્ટ માટે ફાળવાતા ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે આ મામલે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર તથા સંબધિત વિભાગોને નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે અને હવે પછીની સુનાવણી 29 અરજદારે આ રીટમાં રજૂઆત કરી છે કે, વહીવટીતંત્ર દ્વારા ગૌચરની જમીન પવનચક્કીના પ્રોજેક્ટ્સ માટે ફાળવવાથી હાઇકોર્ટ દ્રારા વખતોવખત કરવામાં આવેલા આદેશોનો ભંગ થાય છે અને આ નિર્ણય સરકારની નીતિનો જ ભંગ કરે છે.

આ રીટમાં રજૂઆત કરાઇ છે કે, ગૌચરની જમીન પવનચક્કીના પ્રોજક્ટ માટે ફાળવવાથી પર્યાવરણને નુકશાન થશે અને પશુપાલન સાથે સંકળાયેલા લોકો પર પણ અસર થશે. કચ્છ જિલ્લાના ભુજની આસપાસનાં ગામોમાં સ્થાનિક વહિવટીતંત્ર દ્વારા પ્રાઇવેટ કંપનીઓને પવનચક્કીઓ નાંખવા માટે ગૌચરની જમીન ફાળવવામાં આવી છે. વહીવટીતંત્રના આ નિર્ણય સામે સ્થાનિક લોકોએ ખુબ વિરોધ કર્યો છે. જે રીતે આ પવનચક્કીઓ નાંખવામાં આવી રહી છે તે જોતા આ પ્રોજેક્ટની આસપાસની વિસ્તારમાં ખેતીવાડીને પણ વિપરીત અસર થશે. જે જમીન પ્રાઇવેટ કંપનીને પવનચક્કીઓ ઉભી કરવા માટે ફાળવવામાં આવી છે તેનો સ્થાનિક લોકો ગૌચર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. આ ગૌચરની જમીન પર સ્થાનિક પશુપાલન નિર્ભર હોય છે. જો ગૌચરની જમીન ઘટશે તો તેની સીધી અસર સ્થાનિક પશુધન પર અસર કરશે. કેમ કે, પશુધન માટે જરૂરી ઘાંસચારાની તંગી (ખોરાક) સર્જાશે. જૌ ગૌચરનો વિકાસ થશે તો પશુપાલનની પ્રવૃતિઓ માટે સારી વ્યવસ્થા ઉભી થશે.”

કચ્છમાં ગીરનારી ગીધની વસાહતને  જોખમમાં મુકીને નંખાતી પવનચક્કી

કચ્છની પ્રાકૃતિક વિવિાધતાઓમાં જુદા જુદા પક્ષીઓ મહત્વનું પાસું છે. ત્યારે નખત્રાણા પંથકમાં વહેતી ભોયડ નદી વિસ્તારમાં વસવાટ કરતા અલભ્ય એવા ગીરનારી ગીધની વસાહતને જોખમમાં મુકીને તંત્ર દ્વારા પવનચક્કી નાંખવાની મંજૂરી આપી દેવામાં આવતા પક્ષીપ્રેમીઓમાં રોષની લાગણી પેદા થઈ છે.

કચ્છમાં પવનચક્કીના કારણે ભૂતકાળમાં દૂર્લભ એવા ઘોરાડ, રાષ્ટ્રીયપક્ષી મોર, વિદેશી યાત્રિકો કૂંજ, પેલીકન સહિતના પક્ષીઓના મોત નિપજ્યા હોવાના અનેક દાખલા છે. તેના પરાથી ઘડો લઈને બિનઉપયોગી રણ પ્રદેશમાં પવનચક્કીઓ લઈ જવાના બદલે હજૂ આવા પક્ષીઓના વસવાટવાળા વિસ્તારમાં વધુ પવનચક્કીઓ નાંખવામાં આવી રહી છે.

૧૩ જુલાઈ ૨૦૧૯ના રોજ નખત્રાણા તાલુકાના

ઉખેડા ગામે પવન ચક્કીની વિધ્યુત લાઇનમાં શોટ સર્કિટ થવાના કારણે ટ્રાન્સ ફોરમર સળગી ગયો હતો

૧૪ ફેબ્રુઆરી ૨૦૨૦ની વાત કરીએ તો અબડાસા તાલુકાના મોટી વમોટી સીમ વિસ્તારમાં પવન ચક્કીના શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી જેના કારણે અંદાજે ૧ હજાર હેકટરમાં ખાસ બળીને ખાખ થયું હતું .બપોરે ૧૨ વાગ્યાથી લાગેલી આ રાત્રે ૮ વાગ્યે કાબુંમાં આવી હતી.

કચ્છના અબડાસામાં  નાનીબેર સ્થિત 120 મીટરની પવનચક્કી વિશ્વની પ્રથમ અને સૌથી ઊંચી છે, 

પવન ચક્કીમાં શોટ સર્કીટ

કચ્છમાં પવન ચક્કી ની ઉચાઈ

*જોઈએ છે*

.

*કચ્છ કેર ટીવી ન્યુઝ*

.

તબલીગી જમાતનાં કેસમાં દિલ્હી પોલીસે આજે 20 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. 20 દેશોના 83 વિદેશીઓ સામે 20 હજાર 14 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસ દ્વારા ત્રણ જુદા જુદા વિભાગોમાં 20 દેશોમાં 83 વિદેશી થાપણો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેમના પર ફોરેનર એક્ટ, રોગચાળા રોગ અધિનિયમ અને ડિઝાસ્ટર એક્ટની કલમો લાદવામાં આવી છે. સાકેત કોર્ટ 12 જૂને ચાર્જશીટનું ધ્યાન લેશે અને તેની સુનાવણી કરશે.