લગ્નની 25મી વર્ષગાંઠ નિમિતે સચિને મેંગો ગુલ્ફી બનાવીને પરિવારને આપ્યું સરપ્રાઈઝ ગિફ્ટ

વિશ્વના સૌથી પ્રસિદ્ધ અને લોકપ્રિય બેટ્સમેન માંથી એક સચિન તેંડુલકરે રવિવારે પોતાના લગ્નની સિલ્વર જ્યુબલીની ઉજવણી કરી અને આ ૨૫મી લગ્ન તિથિ એ સચિને પોતાની પત્ની અંજલી અને પરિવાર સાથે એક સરપ્રાઈઝ બનાવી હતી. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સચિને આ અંગે પોતે જાણકારી આપી હતી. 

માસ્ટર બ્લાસ્ટર એ પોતાના સમગ્ર પરિવાર માટે મેંગો કુલ્ફી  બનાવી હતી સચિને મેંગો ગુલ્ફી બનાવવાનો વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ દરમિયાન તેણે જણાવ્યું છે કે તેની પોતાના લગ્નની સિલ્વર જયુંબીલીનું સરપ્રાઈઝ છે  એમ પણ લખ્યું છે કે 25 મી લગ્ન તિથિ નિમિત્તે તેણે સમગ્ર પરિવાર માટે આ મેંગો કુલ્ફી  જાતે બનાવી હતી 47વર્ષના સચિને આ વીડિયો પર કુલ્ફીની રેસિપી પણ શેર કરી છે.

સચિનના આ વીડિયોમાં તેની સાથે તેની માતા પણ દેખાઇ રહી છે અને પોતાના દીકરાની બનાવેલી કુલફી બનાવવાની પદ્ધતિ તેની માતા જણાવી રહી છે. એવું નથી કે સચિને આ રીતે પહેલી વખત જ પાક  કલાનું પ્રદર્શન કર્યું હોય આપેલાં લોકડાઉન વખતે જ તેણે પોતાની દીકરી સારા તેંડુલકર સાથે મળીને બીટ કબાબ બનાવ્યા હતા, અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.


સચિન તેંદુલકરની અંજલી સાથે પ્રથમવાર 1990માં મુલાકાત થઈ હતી પાંચ વર્ષ સુધી બંને એકબીજાને ડેટ કર્યા બાદ સચિન અને અંજલિ અને 24મે 1995માં લગ્ન થયા હતા બન્નેને બે બાળકો છે. દિકરી સારા અને દીકરો અર્જુન, અર્જુન તેંડુલકર પોતાના પિતાના પગલે ક્રિકેટર છે પરંતુ સચિન જ્યાં જમણા હાથનો બેટ્સમેન છે જ્યારે અર્જુન ડાબોડી છે.