લોકડાઉન ૫.૦ને લઇને ગૃહ મંત્રાલયે કર્યું ટ્વીટ , હમણાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.




<
૩૧ મે બાદ પણ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉન શરૂ રાખવામાં આવશે? આ મુદ્દે અનેક પ્રકારની અટકળો સોશિયલ મીડિયામાં અને વોટ્સએપ યુનિવર્સીટી પર ફરતી જોવા માટે મળી રહી છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે લોકડાઉન ૫.૦ને લઈને એક રીપોર્ટમાં કરવામાં આવેલા દાવોને નકારી દીધા છે, ફગાવી દીધા છે. જેની જાણકારી ટ્વીટ કરીને આપવામાં આવી હતી.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહિનાના છેલ્લા રવિવારે એટલે કે ૩૧ મેના રોજ પોતાના “મન કી બાત” કાર્યક્રમમાં લોકડાઉન ૫.૦ની જાહેરાત કરશે. સાથે જ ગૃહ મંત્રાલયે આ દાવાઓને ફગાવતા કહ્યું હતું કે, આ રિપોર્ટમાં કરવામાં આવેલા દાવાઓ માત્ર અનુમાનિત છે.