કચ્છ જીલ્લામાં કોરોનાના કારણે વધુ એક મોત

શ્રી ઈશ્વરલાલ ડાયાલાલ પટેલ ઉ. વ.- પર, જાતિ – પુરુષ
રહે. ગામ દરશડી, તા. માંડવી • તા. ૨૭/૦૫/૨૦૨૦ ના રોજ રાત્રીના ૦૧:૦૦ કલાકે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ સાથે જી. કે. જનરલ હોસ્પિટલ, ભુજ ખાતે દાખલ થયેલ હતા. • ત્યાર બાદ શ્વાસ લેવાની તકલીફમાં વધારો થતા અને શરીરમાં ઓક્સીઝનની પ્રમાણ ના જળવાતા રાત્રીના ૦૩:00 કલાકે તેઓને વેન્ટીલેટર પર મુકવામાં આવ્યા. તેઓને વેન્ટીલેટર પર રાખવા છતાં પણ તેઓની હાલતમાં કોઈ સુધારો થયો ના હતો અને હાલત વધુ ગંભીર થઇ હતી. પ્રયત્નો છતાં પણ કોરોના વાયર ના ચેપ (કોવીડ-૧૯ બીમારી) ઉપરાંતમાં ARDS (Acute Respiratory Distress Syndrome) થઈ જવાથી તા. ૨૭/૦૫/૨૦૧૦ ના રોજ ૨૧:૨૨ કલાકે અવસાન પામેલ છે.