વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સિક્યુરિટી, ગાર્ડન સહિત 9 જેટલા વિભાગોમાં ફરજ બજાવતા 440 જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે છેલ્લા બે માહીતહીં પગાર નહિ મળતા આ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે L&T કંપનીના નેતૃત્વમાં આવતી UDS કંપનીમાં આ તમામ કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી 50 દિવસથી બંધ છે, છતાં 50 % સ્ટાફ એક પછી એક ફરજ બજાવતા આવ્યાં છે. છતાં કંપની દ્વારા લોકડાઉન દરમ્યાન કર્મચારીઓનો પગાર ન થતા એમણે હડતાળનું હથિયાર ઉગામ્યું છે. હાલ કંપની તોડો અને જોડોની નીતિ અકીલા અપનાવી આંદોલનને તોડવાની અને કર્મચારીઓને પગાર થઈ જશે કહી આશ્વાસન આપી રહ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે કર્મચારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં પ્રદર્શન ગેલેરીમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી માસ્ક પહેરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી બાજુ નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે એક્સીલેન્ટ કંપનીની અંડરમાં અલગ અલગ પોસ્ટ ઉપર કામ કરતાં કામદારોએ પગારનાં મુદ્દાને લઈને હડતાલ પર ઉતર્યા હતાં. કામદારોનું કહેવું એમ છે કે અમે જીવનાં જોખમે કામ કરીએ છીએ તથા કંપની તરફથી કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી. છેલ્લાં ત્રણ મહિનાથી અમારો પગાર પણ કરવામાં આવ્યો નથી. હાલમાં લોકડાઉનની પરિસ્થિતિ ચાલે છે. રાજ્ય સરકારે પણ કામદારોને પગાર તેમજ મહેનતાણું ચૂકવવા માટે આદેશો કર્યા છે તેમ છતાં પણ અહીં કંપનીનાં જે તે સંબંધિત અધિકારીઓ દ્વારા સરકારનાં આદેશનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. એક્સીલેન્ટ કંપનીમાં કામ કરતા કામદારો છેલ્લા ત્રણ મહિનાથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં કામ કરી રહ્યાં છે. તેમ છતાં પણ કંપનીના જે તે સંબંધિત અધિકારીઓની આંખો હજી ઉઘડતી નથી અને આ કામદારોનું કંપનીનાં સુપરવાઇઝર દ્વારા શોષણ થઈ રહ્યું હોય તેમ હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ જણાવ્યું છે. તો બીજી બાજુ આ બાબતે એક્સીલેન્ટ કંપનીમાં કામ કરતા સુપરવાઇઝરને પૂછતા તેઓએ મીડિયા સમક્ષ કંઈ પણ જણાવવા માટેનો ઇન્કાર કર્યો હતો.