કચ્છ જિલ્લાના જુદા જુદા બંદરેાથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે. સમુદ્રમાં ગયા પછી વાવાઝોડા, વરસાદ વગેરેની આગાહીઓ થતી હોવાથી સમુદ્રમાં રહેલ માછીમારોને ચેતવણી પહોંચાડવી શકય હોતી નાથી તેમજ મે માસાથી દરિયો તોફાની થતો હોય છે. એટલે ૧ લી જુનાથી ૩૧ જુલાઈ સુાધી માછીમારી કે બોટની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.મે-૧૯૯૯ માં ત્રાટકેલા વાવાઝોડાથી અન્ય જિલ્લાઓના માછીમારોની મોટી ખુવારી થઇ હતી. માછીમારો માટે મે મહિનામાં દરિયામાં જવું વિશેષ જોખમયુકત હોય છે. મત્સ્યોધોગ વિભાગ તાથા પોર્ટ ઓફિસર દ્વારા આવા માછીમારોને મે માસાથી સમુદ્રમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી નાથી. તેમ છતાં અનઅિધકૃત રીતે કોઇ માછીમાર માછીમારી માટે સમુદ્રમાં ચાલ્યા જાય અને વાવાઝોડા જેવા પરીબળોથી સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં માછીમારોના જાનનું જોખમ ઉભું થાય તેવો પુરતો સંભવ છે. જેાથી આવા માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતાં અટકાવવા અનિવાર્ય છે. જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રવિણા ડી.કે. એ જાહેરનામું બહાર પાડીને ફરમાવેલ છે કે, કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેાથી ક્રિક વિસ્તારમાં કોઇપણ માછીમારોએ કે અન્ય કોઇ વ્યકિતએ તા.૧/૬/૨૦૨૦ થી ૩૧/૭/૨૦૨૦ ના સમય દરમ્યાન માછીમારી કે અન્ય કોઇ હેતુસર સમુદ્રમાં કે ક્રિક વિસ્તારમાં જવું નહીં અને કોઇપણ બોટની અવર-જવર કરવી નહીં. આ હુકમ પોર્ટ ઉપર આવતા વ્યાપારિક જહાજો, લશ્કરી દળો, આૃર્ધ લશ્કરી દળો, પોલીસ દળોની બોટો, પગડીયા માછીમારો, નોન મોટરાઈઝડ ક્રાફટ (લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી અને સઢવાળી હોડી) ને લાગુ પડશે નહીં.