મોરબીમાં ઘણા સમયથી પોલીસ અલગ અલગ જગ્યાએથી દારૂનો જથ્થો પકડી રહી છે. કોઈ ચોક્કસ ગેંગ દારૂ સપ્લાય માટે સક્રિય થઈ હોવાની પણ લોકોમાં ચર્ચા જાગી છે. આજે તા. ૨૯ મેના રોજ વહેલી સવારના પહોરમાં આશરે ૬ વાગ્યાની આસપાસ વેજલપર-ઘાટીલા રોડ પર ઘાટીલા ગામ નજીક દારૂની બોટલોથી ભરેલી ઇનોવા કાર રોડની સાઈડમાં ઝાડી-ઝાંખરા પાસે અજાણ્યા કારણોસર પલટી ખાઈ ગઈ હતી. આ બનાવમાં હળવદ ખાતે જીઆઈડીસી વિસ્તારમાં રહેતા કારચાલક સુરેશભાઈ હનુમાનરામ કરમાનું ઘટનાસ્થફ્રે મૃત્યુ થયું હતું.અકસ્માતના કારણે ભીડ જમા થઇ ગઈ હતી. આ ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં થતા પોલીસ કાફલો ઘટનાસ્થફ્રે દોડી ગયો હતો. હાલમાં પોલીસે મૃતકના મૃતદેહને પી.એમ. માટે માફ્રિયાની સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે દારૂબંધી તેમજ સાંજના ૭ થી સવારના ૭ વાગ્યા સુધી કર્ફ્યૂ તેમજ ચાંપતો પોલીસ બંદોબસ્ત હોવા છતાં કાર ઘાટીલા પાસે કઈ રીતે પહોંચી તે એક મોટો પ્રશ્ન છે. ગઈકાલે જ મોરબી તાલુકા પોલીસે પણ મોટો જથ્થો પકડ્યો છે. ત્યારે હળવદ મોરબી વચ્ચે દારૂનો મોટો જથ્થો ઉતર્યો હોવાની પણ લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે.