મીઠાપુર પાસે પાણીમાં ન્હાવા પડેલા આશાસ્પદ યુવકનુ ડુબી જવાથી મોત

135689l

ઓખામંડળ તાલુકાના મીઠાપુર નજીક આવેલા મોજપ પાસે પઠાપીરની દરગાહ પાસે ન્હાવા ગયેલા આશાસ્પદ યુવાનનું ડુબી જવાથી કરૂણ મૃત્યુ થયું હોવાની વિગતો બહાર આવી છે. જાણવા મળ્યા મુજબ સુરજકરાડીના ઉદ્યોગનગર ખાતે રહેતા કલ્યાણદાસ મુકેશભાઇ ગોંડલીયા (ઉ.ર૩) મોજપ પાસે આવેલા પઠાપીરની દરગાહ પાસે ન્હાવા ગયા હતા. ત્યાં અકસ્માતે ડુબી જતા તેનું કરૂણ મૃત્યુ નીપજયું છે. આ ઘટનાની જાણ થતા જ મીઠાપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહને પી.એમ.માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. આ યુવાનના મૃત્યુ સમાચારે તેના કુટુંબ ઉપર આભ તૂટી પડયુંછે. નાના એવા ગામમાં આ કિસ્સાએ ભારે અરેરાટી ફેલાવી દીધી હતી.