લોકડાઉનમાં સરકારે લાદેલા પ્રતિબંધો હળવા કરાતા જ ભુજની બજારો ફરી ધમાધમી ઉઠી હતી. જો કે, ગ્રામ્યવિસ્તારનો એસ.ટી . બસો થકી થતો વાહન વ્યવહાર હજુ ચાલુ ન હોવાથી કચ્છના અન્ય વિસ્તારોના લોકોની હલચલ બજારોમાં નહીવત જોવા મળી હતી. કચ્છના આિાર્થક પાટનગર સમાન ગાંધીધામ શહેરમાં પણ બજારો અગાઉની માફક જ શરૃ થઈ ગઈ હતી. મોડી સાંજ સુાધી દુકાનો ખૂલી રહેતા બજારોની જતી રહેલી રોનક જાણે કે પરત આવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તબક્કે જાણે કે કોરોના વાઈરસ ભારતમાંથી અચાનક જ ગાયબ થઈ ગયો હોય તેમ કોઈ જાતના ભય વગર લોકો બજારમાં ફરતા દેખાયા હતા.લોકડાઉન-૫માં મોટાભાગના નિયમોને અનલોક કરી દેવાયા છે. જેનાથી લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. જો કે, હજી કોરોના વાયરસની મોજુદગી લોકો વચ્ચે હોવાથી લોકોની બેદરકારી થકી ગમે ત્યારે તેનો વિસ્ફોટ થઈ શકે છે તે ભીતી છે.આમ છતાં, આજે નવા નિયમોની જાહેરાત વચ્ચે ભુજની સુમસામ ભાષતી બજારો રાત્રે ૭ વાગ્યા સુાધી સતત ધમાધમતી જોવા મળી હતી. અગાઉ ઓડ-ઈવન તાથા ૪ વાગ્યા સુાધીની પાંબાધી થકી લોકો આવશ્યકતા વગર નીકળતા જ ન હતા . પરંતુ આજે મોટાભાગની છુટછાટ મળતા લોકોએ પણ બજારોમાં ખુલ્લીને ખરીદી કરી હતી. ઉનાળાની કાળઝાળ ગરમી હોવાછતાં ભરબપોરના પણ દુકાનો બંધ રહી ન હતી તેમજ લોકોની અવરજવરને ગરમીનું ગ્રહણ નડયું ન હતું. લાંબા સમય બાદ જાણે આઝાદી મળી હોય તેમ લોકો ની ચહલપહલ બની રહેતા વેપારીઓને પણ જુના દિવસોની યાદ તાજી થઈ હતી. જો કે, હજુપણ દુકાનોમાં એકસાથે ૫થી વધુ ગ્રાહકોને આવવા દેવાની મનાઈ છે ત્યારે સામાજિક અંતર અને અન્ય સુરક્ષાની બાબતોનું ધ્યાન રાખવું હિતાવહ છે. આજે સવારના ૮ થી સાંજના ૭ કલાક સુાધી ધમાધમી રહેલી બજારોને જોતા લોકોમાં કોરોનાનો ભય ગાયબ થઈ ગયો હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. જેના કારણે જાણકારોએ એવી ભીતી પણ વ્યકત કરી હતી કે, કચ્છમાં આવેલા અન્ય રાજ્યોના સેંકડો લોકો જીવતા બોમ્બ સમાન છે. બહારાથી આવ્યા બાદ તેઓને ક્વોરેન્ટાઈન કરાય છે પરંતુ આમછતાં જો કોઈ નિયમોને નેવે મુકીને બજારોમાં લટાર મારી જાય તો જોખમી પુરવાર થઈ શકે છે. ત્યારે લોકોએ ખરીદી કરવા સમયે પોતાની તાથા અન્ય સુરક્ષા સંબંધી તમામ ગાઈડલાઈનનું પાલન કરવું જ રહ્યું. એકંદરે કચ્છના ભુજ, ગાંધીધામ સહિતના શહેરી વિસ્તારોમાં બજારો પૂર્વવત થઈ ગયેલી જોવા મળી હતી.