નખત્રાતા તાલુકાના મથલ ખાતે અનૈતિક સંબંધના મુદ્દે એક પરિણીતાના પતિએ એક યુવાનને ઢોર માર મારી વિડીયો વાયરલ કર્યો હતો. પત્ની સાથેના અનૈતિક સંબંધનો વિડીયો લીક થયા બાદ પતિ જાણે હેવાન બન્યો હતો. પતિએ આ યુવાનને બોલાવી ખૂબ જ ક્રુરતા પૂર્વક ઝૂડી નાંખ્યો હતો.અંદાજે બે મિનિટના વાયરલ થયેલા વિડીયોમાં યુવાનને ઢોર માર મારવામાં આવી રહ્યો છે. જેમાં માર મારરનાર યુવાનની સાથે એક મહિલા અને એક બાળકી પણ દેખાઇ રહી છે. હાથો, લાતો અને લાકડાના ધોકા વડે ક્રુરતા પૂર્વક યુવાનને માર મારી લગભગ અધમુવો કરી દેવામાં આવ્યો છે. વિડીયોમાં માર મારનાર એવું કહેતા પણ સંભળાય છે કે તું શું મારી પત્નીનો વિડીયો ઉતારીશ, હું તારો વિડીયો ઉતારી તારી કેવી હાલત કરું છું જો ! ભોગબનનાર યુવક અબડાસા તાલુકાનો હોવાનું બહાર આવ્યું છે.આ અંગે નખત્રાણા પીઆઇ જે કે રાઠોડે જણાવ્યું હતું કે, વિડીયો પોલીસ પાસે આવતા તપાસ હાથ ધરી હતી. ભોગબનનાર યુવકનો પોલીસે સંપર્ક પણ કર્યો હતો. પરંતુ તેણે ફરિયાદ કરવાની ના પાડી દીધી હતી. અમારો આપસનો મામલો હોવાનું કહી ફરિયાદની ના પાડી હોવાથી પોલીસ મામલામાં કઇ કરી શકે તેમ નથી.