દેવપર સીમમાં રેતી ચોરી કરતા 6 જણા પકડાયા

માંડવી તાલુકાના દેવપર ગામની સીમમાં ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરી રહેલા છ જણાને ગઢશીશા પોલીસે ત્રણ ટ્રેક્ટર અને એક લોડર સાથે પકડી લઇ વધુ તપાસ માટે ખાણ ખનિજ વિભાગને સોંપ્યા હતા. ગઢશીશા પીએસઆલ આર.ડી.ગોજિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પેટ્રોગ દરમિયાન તેમને મળેલી બાતમીના આધારે ગઢશીશા વિસ્તારના દેવપર થી કોટડા વચ્ચેની સીમમાં ધારવાળી વિસ્તારમાં દરોડો પાાડી ગેર કાયદેસર રીતે રેતી ખનન કરી રહેલા દેવપર ના નવીન મંગલ મહેશ્વરી, કાસમ અબ્દુલા કુંભાર, સંજય શિવજી ધેડા, રવિલાલ મંગલ મહેશ્વરી, પરેશ હરશી રોશિયા અને હમિદ સલીમ જતને ત્રણ ટ્રેક્ટર અને એક લોડર સાથે પાકડી લઇ ખાણ ખનિજ વિભાગના અધીકારીઓને જાણ કરી વધુ તપાસ માટે સોંપ્યા હતા.આ દરોડામાં દેવપર ગામમાં રહેતો દોલુભા વંકાજી જાડેજા ફરાર થવામાં સફળ રહ્યો હતો. આ કામગીરીમાં પીએસઆઇ સાથે એએસઆઇ શિવદિપસિંહ જાડેજા, કોન્સટેબલ ભરત ગઢવી, કીરણ ચૌહાણ, વિષ્ણુજી ઠાકોર, એલઆર સંજય દેસાઇ જોડાયા હતા.