ભચાઉમાં 53 હજારનો વિદેશી દારૂ મળ્યો

ભચાઉના બટિયા વિસ્તારના મકાનમાંથી પોલીસે દરોડો પાડી રૂ.53,550 ની કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો હતો, પણ આ દરોડામાં આરોપી ફરાર રહ્યો હતો.આ બાબતે પીઆઇ ડી.બી.પરમારે વિગતો આપતાં જણાવ્યું હતું કે, પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભાવિન બાબરિયાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, બટિયા પુલ પાસે બીએસએનએલ ટાવર સામે સૈયદ પ્રોવિઝન સ્ટોર વાળી ગલીમાં વાદીનગરનો રઝાક સિધિક કુંભાર વિદેશી દારૂ ઘરમાં રાખી વેંચાણ કરે છે.આ બાતમીના આધારે તેના મકાનમાં દરોડો પાાડતાં રૂ.53,550 ની કિંમતના વિદેશી દારુની 153 બોટલ મળી આવી હતી. જો કે, દરોડા સમયે આરોપી રઝાક હાજર ન મળતાં પોલીસે મુદ્દામાલ જપ્ત કરી તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કામગીરીમાં પીઆઇ સાથે પીએસઆઇ એ.કે.મકવાણા, સી.બી.રાઠોડ, કોન્સ્ટેબલ પ્રવિણભાઇ આલ, મયુરસિંહ ઝાલા, જનક લકુમ, રંજનબેન રાઠોડ સહિતનો સ્ટાફ જોડાયો હતો.