દુધઈ પાસે 3.2ના આંચકા સાથે ધરા ધ્રુજી

કચ્છમાં આગોતરા જામેલા ચોમાસુ માહોલ વચ્ચે અંજારના દુધઈ વિસ્તારમાં 3.2 મેગ્નીટ્યૂડ સહીત બે આંચકા આવ્યા હતા. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા પ્રમાણે દુધઈથી પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં 6 કિલોમીટર દૂર વહેલી સવારે 5.56 વાગ્યે 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો તે પછી 8.05 કલાકે દુધઈથી ઉત્તર-ઉત્તર પશ્ચિમમાં 27 કિલોમીટર દૂર 2.3નો હળવો આંચકો નોંધાયો હતો. કોરોનાની મહામારી દરમિયાન એકંદરે શાંત રહેલી કચ્છની ધરા આગોતરા આવી ચડેલા વરસાદના માહોલ વચ્ચે રવિવારે બે હળવા આંચકાથી ધણધણી હતી. એ વિસ્તારના ગ્રામીણ લોકોએ સામાન્ય આંચકા મહેસૂસ કર્યા હતા.