પાવરપટ્ટીમાં એકથી દોઢ ઇંચ વરસાદ: વેગીલા પવનથી મકાનો પરથી પતરા ઉડ્યા

પાવરપટ્ટીના નિરોણા, પાલનપુર (બાડી), ઝુરામાં બપોરે 3 વાગ્યે વીજળીના કડાકા – ભડાકા, ભારે પવન સાથે 45 મિનિટમાં અંદાજે 25 મીમી વરસાદ પડ્યો હતો. તોફાની પવનના કારણે ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા, તો કેટલીક જગ્યાએ ઘરોના પતરા પણ ઉડી ગયા હતા. નિરોણા વાડી વિસ્તારમાં આવેલા મકાનોના પતરા ઉડી જતાં, તેમાં રહેલા કપાસ, રાયડો, એરંડાનો પાક પલળી ગયો હતો. પાવરપટ્ટીના દક્ષિણ તરફના ડુંગરાળ વિસ્તારમાં થેયેલા વરસાદના કારણે બિબ્બરની નદીમાં જોશભેર પાણી વહ્યા હતા.