કચ્છમા ગાજવીજ સાથે મેઘરાજાનુ આગમન

ભુજ ગાંધીધામ અંજાર ભચાઉ સહિતના વિસ્તારોમાં વરસાદ : આધોઇ નજીકની નદી બે કાંઠે વહેતા નજીકના ગામોની મુશ્કેલી વધીકચ્છ સોમવારે સિઝનનો પહેલો વરસાદ સચરાચર વરસ્યો હતો સોમવારે બપોર પછી શરૂ થયેલો વરસાદ કચ્છના પાટનગર ભુજ ઉપરાંત આર્થિક પાટનગર ગાંધીધામ-આદિપુર ભચાઉ રાપર અંજાર સહિતના વિસ્તારમાં વરસ્યો હતો બપોરે અસહ્ય ગરમી બાદ મેઘરાજાએ આગમન કર્યું હતું પ્રથમ વરસાદે જ તમામ શહેરી વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને લોકોને મેઘરાજાના આગમનની ખુશી સાથે વહીવટી તંત્રની બેદરકારીની મુશ્કેલી પણ વેઠવી પડી હતીકચ્છમાં સોમવારે મેઘમહેર રેલાઈ હતી. વીજળીના કડાકા-ભડાકા સાથે પૂર્વ કચ્છના અંજાર ગાંધીધામ ભચાઉ ઉપરાંત વાગડના આધોઈ, કંથકોટ, જંગી, નવા અને જૂના કટારીયા, હલરા, લખપત, સરદારનગર, રામપર વગેરે ગામોમાં ધોધમાર એક ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. જેના લીધે ઠેર ઠેર નદી-નાળાં બેકાંઠે વહેવા માંડ્યા હતા. રાપર તાલુકાના વિવિધ ગામોમાં પણ વાવણીલાયક વરસાદ નોંધાયો છે અને ખેડૂતોએ વાવેતરની કામગીરી હાથ ધરી છે.આધોઈ પંથકમાં ધોધમાર વરસાદના કારણે કંથકોટ નજીક નદી પર આધોઈને જોડતાં અને ગયા વર્ષે ચોમાસામાં તૂટી ગયા બાદ પુલિયાને સમાંતર માટી નાખીને બનાવાયેલો ડાયવર્ઝન રોડ પાણીમાં ગરક થઈ ગયો હતો. આ પુલ ગયા ચોમાસે તૂટી ગયો હતો. તેના નિર્માણકાર્યમા વિલંબ થયો છે. નદીના પાણી ફરી વળતાં આધોઈ, હલરા, લખપત, સરદારનગર, રામપર, કંથકોટ, જડસા સહિતના નવ જેટલાં ગામો વચ્ચેનો વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.ભચાઉમાં મેઘરાજાએ મહેર કરી હતી અને શહેરી તથા આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. રાપર તાલુકાના બાદરગઢ, ગોવિંદપર, સરસલા વાંઢ, કિડીયાનગર, સઈ વગેરે ગામોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. અંજાર, ગાંધીધામ, આદિપુર અને જિલ્લા મથક ભુજમાં પણ દોઢથી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જિલ્લા કંટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અંજારમાં દોઢ ઇંચથી વધુ કુલ 44 મિલીમીટર વરસાદ વરસ્યો છે. ગાંધીધામમાં 32 મિ.મી. વરસાદ વરસ્યો છે. જિલ્લામથક ભુજમાં 36 મિ.મી. વરસાદ વરસ્યો છે. ભુજમાં વરસાદી પાણીના લીધે શહેરની ભાગોળે પ્રિન્સ રેસિડેન્સી સામેનો રોડ બેસી જતાં ડમ્પર ફસાઈ ગયું હતું. ભુજ શહેર સાથે માધાપર, કુકમા, આહીરપટ્ટીના વિવિધ ગામોમાં પણ મેઘમલ્હાર છેડાયો હતો.આમ સોમવારે કચ્છ પર મેઘરાજા જાણે ઓરઘોર બન્યા હોય તેમ બપોર પછી ગાંધીધામ અંજાર અને ભુજમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ત્યારે ભચાઉ અને રાપર ના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી જોકે પ્રિમોન્સુન કામગીરીની મેઘરાજાએ જાણે ધજીયા ઉડાવી હોય તેમ પહેલા વરસાદમાં જ પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો