વાગડમાં નદી-નાળા બેકાંઠે, ૯ ગામ સંપર્ક વિહોણા


છેલ્લા ચારેક દિવસાથી વાગડ પંથકમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. ત્યારે આજે બપોરે સાડા ત્રણેક ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસી જતા નદી-નાળા બેકાંઠે વહેવા માંડયા હતા. જેના પગલે નવ ગામડા સંપર્ક વિહોણા બની ગયા હતા. વાગડ વિસ્તારમાં આજે આાધોઈ, હલરા, લખપત, સરદારનગર, રામપર સહિતના નવેક ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે નદી-નાળા ગાંડાતૂર બનીને વહેવા માંડયા હતા. વાવણી લાયક વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશખુશાલ બની ગયા છે. આાધોઈના પાદરમાંથી પસાર થતી નદીમાં ઘોડાપુર આવતા ડામર રોડ અને બેઠા પુલ તુટી ગયા હતા. નદીના પટમાં અનેક વાહનો ફસાઈ ગયા હતા. રાપર તાલુકાના બાદરગઢ, ગોવિંદપર, સરસલાવાંઢ, કિડિયાનગર, સઈ વગેરે ગામોમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. નદી-નાળામાં આવેલા પુરના કારણે સામખિયારીના ઈન્ચાર્જ પીએસઆઈ સ્ટાફ સાથે દોડી ગયા હતા. તાથા લોકોને સચેત કર્યા હતા.