જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં મનીષા ગોસ્વામીની જામીન અરજી નામંજુર

રાજ્યભરમાં ચકચાર જ્યંતિ ભાનુશાલી હત્યા કેસમાં સંડોવાયેલ મનીષા ગોસ્વામીની જામીન અરજી ભચાઉની કોર્ટે નામંજુર કરી છે.અબડાસા વિાધાનસભાના પૂર્વે ધારાસભ્ય જ્યંતિ ભાનુશાલીની તા.૭/૧/ર૦૧૯ના સંયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં સામખિયાળી નજીક મહારાષ્ટ્રના સાર્પ શુટરોએ હત્યા નિપજાવી હતી.આ બનાવમાં ગાંધીધામ રેલવે પોલીસ માથકે છબ્બીલદાસ પટેલ, મનીષા ગોસ્વામી, જ્યંતિ ઠક્કર, સિધૃધાર્થ પટેલ, સુરજીત ભાવુ નામના શખ્સો સામે જુદી જુદી કલમો તળે ગુનો દાખલ કરાયો હતો. આ સમગ્ર બનાવમાં મુખ્ય સુત્રાધાર છબ્બીલદાસ પટેલ બનાવ બાદ અમેરીકા નાસી ગયા હતા અને માસ્ટર માઈન્ડ મનીષા ગોસ્વામી મહારાષ્ટ્રની ગેંગના અન્ય સભ્યો સાથે જુદા જુદા રાજ્યોભાં નાસતી ફરતી હતી અંતે નવેમ્બર ર૦૧૯ના પ્રયાગરાજ ખાતેાથી પકડી પાડી હતી ત્યાર થી તે જેલમાં હતી. જામીન માટે છુટવા માટે ભચાઉની કોર્ટમાં અરજી દાખલ કરી હતી જે અરજી નામંજુર કરતો હુકમ કરવામાં આવ્યો છે.