કચ્છમાં ભારે વરસાદથી કેસર કેરીના પાકને ૩૦%થી વધુ નુકશાન


નિસર્ગ વાવાઝોડાના પગલે આવેલા વરસાદના કારણે કચ્છમાં કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોને ભારે નુકશાન થયું છે. કચ્છના ખેડૂતો છેલ્લા થોડા વર્ષોથી બગાયતી ખેતી તરફ વળ્યા છે. હાલ કેસર કેરીની સીઝન શરૃ થઈ છે. પહેલા તીવ્ર પવન અને હવે નિસર્ગ વાવઝોડાની અસર હેઠળ ૩૦ ટકા ઉત્પાદન ઘટવાની શક્યતા દર્શાવતા ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. કચ્છમાં ભારે પવન બાદ છેલ્લા ચાર-પાંચ દિવસાથી મોટાભાગના વિસ્તારોમાં પવન સાથે વાવાઝોડારૃપી વરસાદના કારણે કચ્છી કેસર કેરીના પાકને વ્યાપક નુકશાન થવા પામ્યું છે. પવનની તીવ્રતામાં નીચે પડી ગયેલી કેરીઓ માંથી ૫૦ ટકા કેરી જ બજારમાં વેચાણ આૃર્થે મુકી શકાય એમ હોવાનું કિસાનો જણાવી રહ્યા છે. સમગ્ર કચ્છમાંથી કેસરકેરીના ઉત્પાદનમાંથી ૩૦ ટકા જેટલો કેરી તો ખરી પડી છે. ચાલુ વર્ષે ૧૦ હજાર હેકટરમાં ૭૦,૦૦૦ મેટ્રીક ટન કેરી ઉત્પાદનની આશા હતી. જેમાં ર૦ હજાર ટન જેટલો ઘટાડો થવાની શક્યતા છે. એટલે કે હવે ફક્ત પ૦ હજાર ટન જેટલું ઉત્પાદન માંડ થશે. વરસાદની સિૃથતીમાં કેરીના ભાવ પણ અચાનક બેસી ગયા છે. બીજીતરફ પવનમાં ખરી પડેલી કેરી એક્ત્ર કરવા શ્રમિકોની પણ અછત છે. અંજાર શહેરની બજારમાં કેસર કેરીની આવક વાધતા કેસર કેરીનો પેટીનો ભાવ જે ૧૦૦૦ થી ૧૨૦૦ સુાધી પહોંચ્યો હતો એ ૫૦૦ થી ૮૦૦ સુાધી આવી ગયો છે. જોકે બજારમાં પેટીમાં કેરી વેંચતા વિક્રેતાઓ સૌથી શ્રેષ્ઠ અને કાર્બન કે કેમિકલ રહિત હોવાના દાવા કરી રહ્યા છે. પરંતુ પાંચ થી સાત દિવસમાં કેરી પાકવાની વાયદા વચ્ચે માત્ર બે-ત્રણ દિવસમાં કેરી પકાવવા કેમિલકનો ઉપયોગ કરાયો હોવાની શંકા પણ અમુક જાગૃત શહેરીજનો દ્વારા કરવામાં આવે છે. કુદરતી આફત વચ્ચે ખેડૂતો કહે છે ક્યાં ફરિયાદ કરવી ત્યારે અમુક ધંધાર્થીઓ દ્વારા કેમીકલ યુક્ત કેરીઓનું બેરોકટોક વેંચાણ કરી રહ્યા છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા બાબતે સુાધરાઈના જવાબદારો દ્વારા ચેકીંગ કરાય એવી માંગ પણ કરવામાં આવી છે. કચ્છમાં છેલ્લા બે દિવસાથી ઝાપટાભેર પડેલા વરસાદ અને ભારે પવન થકી કેસર કેરીના બગીચાઓને ભારે નુકશાન થયું છે. જેના પગલે તેના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. લોકડાઉનના કારણે કેરીની નિકાસ પુરતી થઈ શકી નાથી. હવે સૃથાનિક માર્કેટમાં પણ ભાવ નીચા જવા માંડતા બાગાયતકારો ચિંતામાં મુકાયો છે.નિસર્ગ વાવાઝોડાના પગલે કચ્છમાં બે દિવસ ભારે પવન ફુંકાયો હતો જેમાં સામાન્ય વરસાદ ની પણ આવક થઈ હતી. આ સમયે કેસર કેરીના પાકને ભારે નુકશાન થવા પામ્યું હતું. ઉપરાંત ફરી છેલ્લા બે દિવસાથી કચ્છમાં ભારે પવન સાથે આવેલા વરસાદે નુકશાનની રહી સહી કસર પુરી કરતા ખેડુતોને ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. હાલે જે કેસર કેરી માર્કેટમાં પ્રતિકિલો રૃ.૮૦ થી ૧૦૦ના ભાવે વહેંચાતી હતી તેના ભાવ ગગડીને રૃ.૨૦ થી ૫૦ના થઈ ગયાછે. આમ, કુદરતની થપાટ ઝીલી રહેલા કિસાનોને અચાનક આવેલા તોફાની વરસાદ થકી ભારે હાલાકી પહોંચી છે. કેસર કેરીનો પાક આ વર્ષે સારો થતા સારા ભાવની આશા હતી પરંતુ અંત સમયે જ કુદરતે કળા કરતા આખુ વર્ષ આંબાવાડી પાછળ મહેનત કરતા ધરતીપુત્રોને ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. હાલે સાંખ પડવાની આરે પહોંચેલી કેરીઓ ટપોટપ પડી જતાં તેના ભાવ નીચે આવી ગયા છે. ચાંદી પડવાની ભીતી વચ્ચે ખેડુતોને માલનો નિકાલ કરવો પડી રહ્યો છે. જેાથી બજારમાં કેરીઓના ઢગલા થઈ ગયા છે. અત્યારસુાધી બદામી કેરીના ભાવ કરતા કેસર કેરીના ભાવ ઉંચા હતા પંરંતુ હાલે કેસર કેરી બદામી કેરી કરતા પણ સસ્તી વેહેંચાઈ રહી છે. એક તરફ કોરોના મહામારીના કારણે દર વર્ષે વિદેશમાં નિકાસ કરાતી કેરીઓ પર બ્રેક આવી ગઈ છે જેાથી ખેડુત પહેલાથી દુખી છે તેમાં તોફાની પવન અને વરસાદે પડયા પર પાટું મારીને કિસાનોને મુશ્કેલીમાં મુકી દિાધા છે.