ભચાઉમાં બીમાર યુવાનનો મૃતદેહ ઘરના ટાંકામાંથી મળી આવ્યો

પુર્વ કચ્છમાં અપમૃત્યુ, આપઘાતની ચાર ઘટનાઓ પોલીસ ચોપડે ચડવા પામી હતી. અંજારમાં કિશોરીએ અંતિમ પગલુ ભરીને આપઘાત કર્યો હતો, તો ભચાઉના નાની ચીરઈ પાસે રોડ પરથી યુવાનનો મ્રુતદેહ મળી આવ્યો હતો, પડાણા પાસે ટીમ્બર ઉધોગમાં વીજશોકથી કામદાર યુવાનનું મોત થયાની ઘટના બની હતી તો બીજી તરફ ભચાઉના ભટ્ટ પાળિયામાં ઘરમાં એકલા રહેતા બીમાર યુવાનનો મૃતદેહ પાણીના ટાંકામાંથી મળતા વિસ્તારમાં આઘાતની લાગણી પ્રસરી હતી.ભચાઉના તાલુકા પંચાયતની સામેની શેરીમાં ભટ્ટ પાળિયામાં આવેલા ઘરમાં બુધવારના સવારે ઘરમાંજ આવેલા ખુલ્લા ટાંકામાં મૃતદેહ હોવાની જાણ પોલીસને કરાઈ હતી. જેથી પોલીસે ફાયર ફાઈટરને પણ જાણ કરીને સાથે લીધા હતા. જેમાં પાલિકાના અગ્નીશમન દળના પ્રવીણ દાફડા અને ટીમે તે ઘરમાંજ રહેતા વિનોદ ભાણાભાઈ સંજોટ (ઉ.વ.32) ના મૃતદેહને ટાંકામાંથી કાઢીને પીએમ માટે ભચાઉની સરકારી હોસ્પીટલ લઈ ગયા હતા. સુત્રોએ જણાવ્યું હતું કે મરણ જનાર યુવાન માતા, પીતા અને ભાઈના અવસાન બાદ એકલો રહેતો હતો, અને લાંબા સમયથી બીમાર રહેતો હોવાના કારણે બેરોજગાર પણ હતો.આડોશી પડોશી તેને રોજીંદા જીવનની જરુરીયાત ભોજન, ચા પાણી માટે મદદ કરતા હતા. ઘટનાની જાણ થતા સ્થળ પર ભચાઉ પીએસઆઈ સી.બી. રાઠોડ અને તીમ સ્થળ પર પહોંચી હતી અને ઘટના કઈ રીતે થઈ તેની વિગતો જાણવા તપાસ હાથ ધરી હતી. તો ગાંધીધામના પડાણા ગામે બનેલી ઘટનામાં મંગળવારના સાંજે શક્તિ ટીમ્બરમાં કામ કરી રહેલા તૈયાદુર રામાન (ઉ.વ.25) (રહે. શક્તી ટીમ્બર, પડાણા) ને ઈલેક્ટ્રીક શોટ લાગતા મોત નિપજ્યું હતું.ગાંધીધામ બી ડિવીઝન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી. તો ભચાઉના નાની ચીરઈ અને ગોકુલગામની બાજુના રોડ પર પરથી રોડ પર પડેલા ભોલેસીંગ બિન્દારસીંગ (ઉ.વ.35) (રહે. ચીરઈ, ભચાઉ) ને હોસ્પીટલ લઈ જઈને મરણ ગયું હોવાથી ઈન્કવેસ્ટ ભરવાની તજવીજ હાથ ધરાઈ હતી. અંજારમાં મેઘપર બોરીચીના રાધેક્રિષ્ણા સોસાયટીમાં રહેતી 17 વર્ષીય ખુશ્બુકુમારી રાજકુમાર સિંગએ કોઇ અગમ્ય કારણોસર આપઘાત કર્યાની ઘટના બની હતી. જેના પિતા મ્રુતદેહ લઈ આવતા પીએમ અને ઈન્કવેસ્ટ ભરવાની તજવીજ હાથ ધરાઈ હતી.