સ્કૂલ ફીના ધરાર ઉઘરાણાની સામે માંડવીમાં વાલીઓએ બાંયો ચડાવી

માંડવી શહેરના ૨૩૩ જેટલા વાલીઓએ સ્કુલ ફી માફ કરવા, કોરોના સામેની સુરક્ષાને ધ્યાને લીધા બાદ જ શાળાઓ શરૃ કરવા તેમજ ઓનલાઈન શિક્ષણ પધૃધતિની સમજણ આપવા માટે જિલ્લા શિક્ષણાધકારી કચ્છને આજે માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષણાિધકારી વાલીઓ દ્વારા આવેદનપત્ર પાઠવાયુ હતુ.કોરોનાની મહામારીના પગલે છેલ્લા ત્રણ માસાથી શાળાઓ બંધ છે. તમામ શૈક્ષણિક કાર્ય ઠપ્પ થઈ ગયા છે. હવે ધીરે ધીરે લોકડાઉન હળવુ થતા નિયમો મુજબ રોજગાર ધબકતા થયા છે. થોડા દિવસોમાં શાળાઓ ખોલવાની પણ સંભાવના છે ત્યારે કોરોનાની પરિસિૃથતીમાં વિદ્યાર્થીઓના સ્વાસૃથય બાબતે વાલીઓની આિાર્થક પરિસિૃથતી નજરે અને વાલીમંડળ અને શાળા સંચાલકો વચ્ચે સંઘર્ષ ન થાય તે માટે માંડવીના ૨૦૦થી વધુ વાલીઓએ આજે વિવિાધ મુદા પર રજુઆત કરી હતી. વાલીઓ વતી એડવોકેટ અરવિંદસિંહ જાડેજા, ખેરાજ રાગ અને રાજેશ ભટ્ટ વિગેરેએ આવેદનપત્ર પાઠવ્યુ હતુ.છેલ્લા બે અઢી માસાથી તમામ ધંધા રોજગાર બંધ છે. હવે ધંધા ખુલ્યા છે પણ ઘરાકી માત્ર ૨૦ ટકા માંડ છે. ત્યારે, આવી પરિસિૃથતીમાં વાલીઓ શાળાની ફી ભરી શકે તેમ નાથી. ત્યારે, આ હાલની પરિસિૃથતી જોતા આ વર્ષની તમામ જાતની સ્કુલની ફી સંદતર માફ થવી જોઈએ. આ શૈક્ષણિક વર્ષની તમામ જાતની અભ્યાસને લગતી ફી માફી કરવા માંગ કરાઈ છે. જો શાળાઓ ફી માફ કરવા સક્ષમ ન હોય તો સરકારે અડાધી ફી ભરવી જોઈએ. કે.જી.થી માંડીને ધો.૧૨ સુાધીના દરેક વિદ્યાર્થીઓને મફત શિક્ષણ મળી રહે તેવી વ્યવસૃથા ગોઠવવા માંગ કરાઈ છે.હાલમાં કોરોનાના કારણે માસ્ક પહેરવુ, સોશ્યિલ ડિસ્ટન્સીંગનો પાલન અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. ત્યારે, જો આગામી દિવસોમાં શાળાઓ ખુલે તો એક કલાસમાં બાળકોની સંખ્યા પચ્ચાસ ટકા હોય, બે પાળી સ્કુલ ચલાવવા કે ઓડ-ઈ વન પધૃધતિ મુજબ એકાંતરે વિદ્યાર્થીઓને બોલાવવા, વિદ્યાર્થીઓ વચ્ચે શારીરીક અંતર જળવાઈ રહે તે માટેની વ્યવસૃથા જાળવવા અને સ્કુલોને પણ બે પાળી વચ્ચે સેનેટાઈઝ કરવા, દરેક વિદ્યાર્થી અંગત સ્વચ્છતા જાળવે તેનું ખ્યાલ રાખવા શાળાઓના સંચાલકો, સક્ષમ છે કે કેમ? વાલી મંડળ સાથે મીંટીંગ કરી વાલીઓને ખાત્રી થયેાથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ચાલુ કરવા જણાવાયુ હતુ. સરકારના પરિપત્ર મુજબ તા.૧૫/૬/૨૦૨૦થી ઓનલાઈન અભ્યાસ શરૃ કરવા જણાવેલ છે. પરંતુ, આ અંગે વિદ્યાર્થી, વાલીઓને સંપૂર્ણ માહિતગાર કરવા શાળાઓના સંચાલકો, શિક્ષકોને જણાવાયુ છે. કેમ કે, અમુક વાલીઓ પાસે એન્ડ્રોઈડ ફોન ન હોય, નેટ ન હોય તો ઓનલાઈન અભ્યાસનો કોઈ મતલબ રહેતો નાથી. જેાથી, જો આ ઓનલાઈન અભ્યાસ શરૃ કરવામાં આવે તો ય તેને મેન્યુઅલ અભ્યાસ અને પરીક્ષામાં સમાવવા અને પરીક્ષા માટે મેન્યુઅલ અભ્યાસને જ સામેલ કરવામાં આવે તેવી રજુઆત કરાઈ છે.