વોંધમાં મુંબઈના 12 ખેલીઓ 1.46 લાખના મુદ્દામાલ સાથે પકડાયા

ભચાઉના વોંધ ગામમાં ઘર આગળ જાહેરમાં જુગટુ રમતા 12 મુંબઈથી આવેલા યુવાનો ઝડપાયા હતા.જેમની પાસેથી કુલ 1.46 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો. બુધવારના રાત્રે ભચાઉ પોલીસે ભચાઉ તાલુકાના વોંધના કાવત્રા પ્લોટ વિસ્તારમાં રમેશભાઈ પેથાભાઈ પટેલના મકાનના આગળના ભાગે જુગાર રમાઈ રહ્યાની બાતમી મળતા દરોડો પાડ્યો હતો.જ એમાં રમેશભાઈ પેથાભાઈ પટેલ (ઉ.વ.41) (રહે. કાવત્રા પ્લોટ, મુળ નવી પનવેલ મુંબઈ), મહેશભાઈ ભવાનભાઈ ગાંધી (ઉ.વ.33) (રહે. ઘાંચીવાસ વોંધ, મુળ સાંતાક્રુઝ, વેસ્ટ મુંબઈ), શૈલેષભાઈ હિરજીભાઈ રાવરીયા (ઉ.વ.29) (રહે. પાબુવાસ વોંધ, મુળ સાંતાક્રુઝ, મુંબઈ), હિતેશભાઈ પ્રેમજીભાઈ ચામરીયા (ઉ.વ.27) (રહે. ડેલીવાસ વોંધ, મુળ વિલેપાર્લે ઈસ્ટ મુંબઈ), દિનેશભાઈ દનાભાઈ ચામરીયા (ઉ.વ.33) (રહે. ડેલીવાસ વોંધ, મુળ કાંદીવલી વેસ્ટ, મુંબઈ), મુકેશભાઈ માવજીભાઈ ચામરીયા (પટેલ) (ઉ.વ.31) (રહે. ડેલીવાસ વોંધ, મુળ શાંતાક્રુઝ, મુંબઈ), વાલજી હીરજી કાવત્રા (પટેલ) (ઉ.વ.36) (રહે. ડેલીવાસ વોંધ, વિલેપાર્લે ઈસ્ટ મુંબઈ), મુકેશ ભવાન ગાંધી (ઉ.વ.31) (રહે. ડેલીચોક, વોંધ, શાંતાક્રુઝ, વેસ્ટ મુંબઈ), નવીન વશરામ ચૌધરી (ઉ.વ.36) (રહે. રામદેવપીર વાસ, શાંતાક્રુઝ, ઈસ્ટ મુંબઈ), પ્રકાશ ભાણા વૈદ (ઉ.વ.32) (રહે. ડેલીવાસ વોંધ, મુળ શાંતાક્રુઝ ઈસ્ટ મુંબઈ), અણદાભાઈ ભચુભાઈ બાંભણીયા (ઉ.વ.49) (રહે. ડેલીવાસ વોંધ, મુળ અંધેરી વેસ્ટ મુંબઈ), શૈલેશ હીરજી કાવત્રા (ઉ.વ.34) (રહે. ડેલીવાસ વોંધ, મુળ બોરીવલી વેસ્ટ મુંબઈ) ને રોકડા 34,900 સાથે 12 મોબાઈલ ફોન મળીને કુલ 1,46,900ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.