પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુવતીને ભગાડી ગયા હોવાનો કિસ્સો આવ્યો સામે

અમદાવાદ: અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતી 23 વર્ષની યુવતીને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભગાડી ગયા હોવાનો કિસ્સો આવ્યો સામે.તાજેતરમાં યુવતી ઘરેથી ભાગી ગઈ હતી જેને લઇને યુવતીના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી તો બીજી તરફ યુવતીને ભગાડી જનારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુવતીને લઈને પોલીસ મથકમાં જાતે જ હાજર થઇ ગયા હતા, પોલીસ તપાસમાં તેમણે લગ્ન કરી લીધા હોવાનું બહાર આવ્યું છે.