ભુજની જૂની રાવલવાડી ખાતે એક ઊંડો કૂવો પાણીનો ખુલ્લી હાલતમાં પડેલો છે તંત્ર ક્યારે પગલા લેશે

ભુજ શહેર માં આવેલ જૂની રાવલ વાડી ખાતે જાણવા મળતી વિગતો અનુસાર એક ઊંડા કૂવો ખુલ્લી હાલત માં જોવા મળ્યો છે .આ કૂવાની અંદર છલોછલ પાણી ભરેલું છે તેમજ આ વિસ્તાર માં ઘણી પ્રજા વસવાટ કરે છે જેથી કરીને જો આ કૂવામાં કોઈ નાનું બાળક પડી જાય અથવા મૂંગા પશુ પડી જાય તો તેની જવાબદારી કોણ લેશે . આ જોતાં એવું લાગી રહ્યું છે કે તંત્ર ની કેટલી ઘોર બેદરકારી છે એકબાજુ ચોમાસાની ઋતુ છે અને બીજી બાજુ જો આવા કૂવા ખુલ્લા જોવા મળે તો તે ઘણી ગંભીર બાબત કહી શકાય .જેથી તંત્ર એ સત્વરે આ બાબતે પગલાં લેવાની જરૂર છે. ( રિપોર્ટ બાય તેજસ પરમાર)