ભુજના મામલતદાર કચેરીમાં લોકોના ટોળે ટોળાં એકઠા થયા સોશિયલ ડિસ્ટન્સિંગના થયા ધજાગરા

ભુજ શહેરના મામલતદાર કચેરીમાં શહેરના લોકો અને ગામડામાંથી પ્રજા સરકારી કામ માટે આવતી હોય છે. પરંતુ આ કોરોના વાયરસના મહામારી વચ્ચે તમામ કચેરીઓમાં ફરજીયાત પણે લોકોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા જેવા નિયમો પાડવામાં આવશે તેવું સરકારશ્રીના ગાઈડલાઇન મુજબ જણાવવામાં આવ્યું છે. તેમ છતાં પણ  મામલતદાર કચેરીની અંદર ઘણા લોકો એકઠા થયા છે અને સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું નથી જે તમે આ દ્રશ્ય જોઈ શકો છો તો અમુક લોકોએ માસ્ક પહેર્યા વગર અંદર પ્રવેશ કરી રહ્યા છે. એક બાજુ આ મહામારીમાં લોકડાઉન અનલોક-1 માં કમગિરિની છૂટછાટ મળી છે ત્યારે લોકો કોરોના વાયરસનો ડર જાણો ધીમે ધીમે ભૂલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અને લોકોએ આ નિયમના લીરેલીરા ઉડાવ્યા છે.