કોરોના વાયરસના સંદર્ભે PM મોદી આજે 21 રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે કરશે વાત ચિત

કોરોના વાયરસના સંદર્ભે આજથી બે દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 રાજ્યના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાતચીત કરવાના છે. દેશભરમાં અનલોક-1 જાહેર થયા બાદ મુખ્યપ્રધાનો સાથે વડાપ્રધાનની પહેલી બેઠક છે. આ અગાઉ તેઓ પાંચ વખત સીએમ સાથે સંવાદ કરી ચુક્યા છે.દેશમાં જે રાજ્યમાં કોરોનાનું સંકટ વધુ છે, તેવા રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ચર્ચા કરવાના છે. જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોનો સમાવેશ થાય છે.સમગ્ર દેશમાં જીવલેણ કોરોનાનો ભરડો યથાવત છે. ત્યારે દેશભરમાં અનલોક-1 લાગુ થયા બાદ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 9 હજાર 915 થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 10 હજાર 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 396 દર્દીઓના મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા ત્રણ લાખ 43 હજારથી વધુ થઈ છે. જ્યારે  એક લાખ 52 હજારથી વધુ એક્ટિવ કેસ છે. દેશમાં એક લાખ 80 હજારથી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.