ખનીજ ચોરીના મુદ્દે ત્રણ પોલીસ કર્મચારીઓ કરાયા સસ્પેન્ડ

ભચાઉ પોલીસ મથકના મહિલા પીએસઆઈ સહિત 3 ને કરાયા સસ્પેન્ડ ભચાઉ તાલુકાના જૂના કકરવા ગામે રેન્જ આઇજી ની સૂચનાથી સાયબર સેલએ દરોડો પાડ્યો હતો દરોડામાં પોલીસે 10 વાહનો સહિત 11 આરોપીની અટક કરી 26 લાખની રેતીચોરીનો ગુનો નોંધ્યો હતો આ ઘટનામાં ભચાઉ પોલીસ સ્ટેશનના કર્મચારીઓની બેદરકારી સામે આવી હતી બેદરકારી બદલ ભચાઉ પોલીસ મથકના PSI હિનાબેન વાઘેલા, હેડ કોન્સ્ટેબલ ભાવેશ ચાવડા અને લોકરક્ષક દળના કોન્સ્ટેબલ જગદીશ ચૌધરીને સસ્પેન્ડ કરાયાં