જખૌ સરપંચ ના આગોતરા જામીન અરજી ગુજરાત હાઈ કોર્ટ દ્વારા મંજૂર

વર્ષ 2019 ના 12 માં મહિનામાં કરોડો સરકારી નાણાં ની ઉચાપત અને ભ્રષ્ટાચાર બાબતે જખૌ ના સરપંચ, મનરેગા મેટ (સરપંચ ના ભાઈ) અને તલાટી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે,  સરપંચ દ્વારા સેશન્સ કોર્ટ માં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી, જે આગોતરા જામીન અરજી સરકારી નાણાં નું મસ મોટો અને કરોડો નું ભ્રષ્ટાચાર બાબતે હોવાથી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. પાછળ થી જખૌ ના સરપંચ દ્વારા ગુજરાત હાઈ કોર્ટમાં આગોતરા અરજી રાખવામાં આવી, હાઈ કોર્ટ દ્વારા અરજી મંજૂર કરવામાં આવી. સરકાર ના કરોડો નાણાં ની સહાય ની ઉચાપત અને ભ્રષ્ટાચાર ની ઊંડી તપાસ કર્યા વગર જ સીધે સીધો જામીન અરજી મંજૂર કરવામાં આવી. હાઈ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ અરજી થી ભવિષ્ય માં ભ્રષ્ટાચારીઓને કોઈ પણ ડર રહેશે નહિ, એમને ખબર જ છે કે કરોડો કૌભાંડ કરીને વકીલ મારફતે નીકળી જઈશું. જખૌ મનરેગા કેસ માં સંખ્યાબંધ લેખિત પુરાવા હોવા છતાં કરોડોના કૌભાંડ માં હાઈ કોર્ટે જામીન અરજી આપી દીધા.