દેશમાં છેલ્લા 6 દિવસમાં જ કોરોનાના 1.10 લાખ કેસ બહાર આવ્યા


નવી દિલ્હી: દેશમાં અનલોક-વન અંત ભણી જઈ રહ્યું છે તે સમયે પણ કોરોના ખુદ અનલોક થયો હોય તેવી સ્થિતિ છે અને ભારતમાં રવિવારે 19700 નવા પોઝીટીવ કેસ સાથે કુલ 549106 કોરોના પોઝીટીવ નોંધાયા છે અને વધુ 384 મૃત્યુ સાથે દેશમાં મૃત્યુઆંક 16468 થયા છે. દેશમાં હાલ એકટીવ કેસ 2.1 લાખ અને ડીસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 3.2 લાખ નોંધાઈ છે પણ સૌથી મહત્વનું દેશમાં છેલ્લા છ દિવસમાં જ 1.10 લાખ નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. શનિવારે દેશમાં 20600 કેસ નોંધાયા હતા જે સિંગલ-ડેનો રેકોર્ડ હતો અને રવિવારે 19700 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. છેલ્લા બે દિવસમાં દેશના રાજયો અને કેન્દ્ર વાહનના પ્રદેશોએ તેના દૈનિક પોઝીટીવ કેસમાં નવા ઉંચો આંકડો નોંધાય છે. કર્ણાટક અને તામિલનાડુ ઉપરાંત મહારાષ્ટ્ર-તેલંગણા અને દિલ્હી એ તેના સૌથી વધુ પોઝીટીવ નોંદ્યા છે. જયારે આંધ્રપ્રદેશ 813 અને ગુજરાતના 624 કેસ નોંધાયા છે.