ભાવનગરમાં વરસાદના કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
 
                
ભાવનગરમાં ત્રણ માણનું એક જર્જરિત ઇમારત ધરાશાયી થયુ છે. ઇમારત ધરાશાયી ઘટનામાં એક વ્યક્તિ કાળમાળ નીચે દટાઈ હતી જો કે સદ્દનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી. ઘટના થતા લોકોના તોલે ટોળાં ભેગા થયા હતા. આ ઘટનામાં કોઇ ગંભીર જાનહાનીના સમાચાર નથી.ઘણ સમયથી આ મકાન જર્જરિત હતું જે આજે ધરાશાઇ થયું છે. ઉપરનો માળ ધરાશાયી થતા નિચે આવેલી દુકાનોને પણ નુકશાન થયુ હોવાનો અહવાલ છે .
 
                                         
                                        