અમદાવાદમાં બળાત્કારના આરોપી પાસે મહિલા PSI એ 35 લાખની ખંડણી માગી, ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી
અમદાવાદ: અમદાવાદમાં બળાત્કારના આરોપી પાસે મહિલા PSIએ લાંચ માંગ્યાનો મામલો સામે આવ્યો છે અમદાવાદના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવતા એસ.એચ. જાડેજા (શ્વેતા જાડેજા) વિરુદ્ધ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં આ અંગે ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, મહિલા PSIએ 35 લાખ રૂપિયાની માંગ કરી હતી. જેમાં કટકે કટકે PSI એ 20 લાખ પડાવી લીધાં હતાં.
અગાઉ આ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં અરજી થઈ હતી. જેના પર તપાસ કર્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. જેની તપાસ SOG ને સોંપવામાં આવતા SOG એ PSI જાડેજાની અટકાયત કરી છે. અને હવે કોર્ટમાં રિમાન્ડની માગ માટે તજવીજ થઈ શકે છે.
રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર