ગણતરીના કલાકોમાં ખુનના આરોપીને પકડી પાડતી કોઠ પોલીસ

કોઠ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૨૦૨૯૨૦૦૧૫૯/૨૦૨૦ ઇપીકો ક.૩૦૨ તથા જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબના ગુનાના કામે મરણ જનાર કમળાબેન વિનોદભાઇ દેવીપુજક રહે.ઉતેળીયા તા.ધોળકાનાઓને પોતાના પતિ વિનોદભાઇ બબાભાઇએ કોઇ કારણસર ગળાના ભાગે તથા જમણા હાથે કલાઇ ઉપર છરો મારી હત્યા કરી નાશી ગયા મુજબનો ગુનો તા.૦૨/૦૭/૨૦૨૦ ના રોજ દાખલ થયેલ જે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ મહે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, અમદાવાદ વિભાગ, અમદાવાદ તથા મહે.પોલીસ સધિક્ષક સા.અમદાવાદ ગ્રામ્યનાઓ પો.સ્ટે. દાખલ થતા ગંભીર ગુનાના આરોપીને પકડવા ખાસ સુચના કરેલ હોય જેથી મહે.મદદનીશ પોલીસ અધીક્ષક શ્રી, ધોળકા વિભાગ, ધોળકાનાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.એચ.આર.પટેલનાઓએ પો.સ્ટે.ના કર્મચારીઓની ટીમ બનાવી ચતુર્થ દિશામાં ચક્ર ગતીમાન કરી આરોપીની શોધખોળ ચાલુ કરેલ જે દરમ્યાન અ.પો.કો.ખુમાનસિંહ જીલુભા તથા અ.પો.કો. પૃથ્વીરાજસિંહ મહિપતસિંહ તથા અ.પો.કો. પ્રદિપસિંહ અજીતસિંહનાઓને ઇલેક્ટ્રોનીક સર્વેલન્સ આધારે હકિકત જાણવા મળેલ કે કોઠ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૨૦૨૯૨૦૦૧૫૯/૨૦૨૦ ઇપીકો ક.૩૦૨ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના કામના આરોપી વિનોદભાઇ બબાભાઇ દેવીપુજક રહે.ઉતેળીયા નાઓ આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના સારોલગામે હોવાની બાતમી મળેલ જે આધારે મહે.પો.અધિ.સા.નાઓની જીલ્લા બહાર તપાસની મંજુરીની અપેક્ષા માટેનો મેસેજ કરી આણંદ જીલ્લા ખાતે સારોલગામે જઇ આરોપી રાઉન્ડ અપ કરી આગળની કાર્યવાહિ શરૂ કરેલ છે.
કામગીરી કરનાર કર્મચારી/અધિકારી : (૧) પો.સ.ઇ. એચ.આર.પટેલ (૨) અ.પો.કો.ખુમાનસિંહ જીલુભા બ.નં.૩૪૬ (૩) અ.પો.કો. પૃથ્વીરાજસિંહ મહિપતસિંહ બ.નં.૭૫૩ (૪) અ.પો.કો. પ્રદિપસિંહ અજીતસિંહ બ.નં.૭૭૬ (૫) અ.પો.કો. અરવિંદસિંહ અનિરૂધ્ધસિંહ બ.નં.૧૧૭૫

રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર