મનફરાના બે શખ્સો સસલાનો શિકાર કરી મીજબાની કરતા ઝડપાયા
ભચાઉ તાલુકાના મનફરા ગામની સીમમાં સસલાનો શિકાર કરી મીજબાની કરતા હોવાના ફોટા સોશ્યલ મીડીયામાં વાયરલ થયા હતા. જે સંદર્ભે વનવિભાગ દ્વારા હરકતમાં આવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં બે આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે.આ બનાવની મળતી વિગતો મુજબ તાજેતરમાં જ સોશ્યલ મીડીયામાં બે શખ્સો સસલાનો શિકાર કરી તેની મીજબાની કરતા હોવાના ફોટા વારલ થયા હતા. જે સંદર્ભે વનવિભાગ દ્વારા ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વનજીવન સંરક્ષણ ધારા હેઠળ ગુન્હો દાખલ કર્યાે હતો અને તેમાં આ ગુન્હાના આરોપી પ્રવિણ રામા કોલી, જીગા બીજલ કોલી (બંને રહે. મનફરા, તા. ભચાઉ) તથા એક સગીર વયના કીશોરને ઝડપી પાડયો હતો અને તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા રેન્જ ફોરેસ્ટ ઓફીસરને સોંપવામાં આવ્યો છે.ભચાઉના મનફરાના સીમમાં સસલાનો શિકાર કરતા હોવાની તસ્વીરો વાયરલ થયા બાદ વનવિભાગ દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં મનફરા ગામના બસ સ્ટેશન પાસેથી આ બંને આરોપી અને એક સગીર વયના કીશોરની અટકાયત કરવામાં આવી હતી. આ અંગે પોલીસે વનવિભાગના અધિકારીને આરોપીઓને સુપ્રત કરી આગળની કાર્યવાહી હાથ ધરાવી છે.