વરલી મટકાનો જુગાર રોકડ રૂ. ૩૨,૫૫૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબેની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તેદરમ્યન બાતમીરાહે હકિકત મળેલ કે ઘોઘા મેળન બજાર દોસ્તી પાની સામે વરર્લી મટકાનો  હારજીતનો જુગાર રમાડે છે.જે હકિકત આઘારે બાતામીવાળી જગ્યા ઉપર પંચો સાથે રેઇડ કરતા રેઇડ દરમ્યાન હદીસરાવ શરફીરાવ રાણા ઉવ-૨૪ રહે. ઘોઘા મેઇન બજાર જી.ભાવનગર વાળા જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી રમાડી વરલી મટકાના સાહિત્ય સાથે મળી આવતા તેની  વરલી મટકાના આંકડા લખેલ સાહિત્ય ચિઠ્ઠી નંગ-૪૧ બોલપેન નંગ-૦૨ રોકડ રૂપિયા ૩૨,૫૫૦/- સાથે મળી આવતા જુગારઘારા કલમ-૧૨ (અ) મુજબનો ગુન્હો ઘોઘા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલ છે. 

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં તથા હેડક કોન્સ. રાજપાલસિંહ સરવૈયા તથા હેડ કોન્સ.મહેન્દ્રભાઇ ચૈાહાણ તથા પો.કોન્સ. ઘર્મેન્દ્રસિંહ ગોહિલએ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા.