રાપરમાં પડોશીઓના ત્રાસથી વૃધ્ધાએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
ભુજ:રાપરના કુયલીવાસ માં રહેતા 57વર્ષીય જમુબેન મુળજીભાઈ પરમાર (દરજી) એ આજે વહેલી સવારે પોતાનાં ફ્લેટમાં ગળે ફાંસો ખાઈ લેતાં ચકચાર સાથે પરિવારમાં ગમગીની વ્યાપી હતી . જેમાં વૃધ્ધાના બે પુત્રોના જણાવ્યાં મુજબ છેલ્લા 4 મહિનાથી તેમની પડોશમાં રહેતાં સુશિલા રમણિકલાલ કુબડીયા અને તેમનાં પતિ રમણિકલાલ ઝવેરચંદ કુબડીયા દ્વારા અવાર નવાર નજીવી બાબતે ઝગડો કરી ને માનસિક ટોર્ચર કરતા હતા.આ મુદ્દે તેમને ઘણી વખત સમજાવ્યા તેમ છતાંય પોતાની માતા ને મહેણાં ટોણા મારીને હેરાનગતિની કોઈ તક છોડી ના હતી જેના લીધે વૃધ્ધાના પરિવારજનો તો એક સમયે પોતાનાં ગામ હમીપર જવા પણ તૈયાર થઈ ગયાં હતાં.