રાપર સહિત વાગડ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી એક ઈંચ વરસાદ

 રાપર: હાલ સમગ્ર રાજ્યમાં વરસાદ ની આગાહી વચ્ચે વાગડ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી સખ્ત ઉકળાટ ભયાઁ વાતાવરણ વચ્ચે સાંજે પાંચ વાગ્યા બાદ સખ્ત પવન સાથે વરસાદ ના ઝાપટાં પડયાં હતાં રાપર શહેરમાં અંદાજે અડધા ઈંચ જેટલો વરસાદ થયો હશે જેથી શહેરના મુખ્ય માર્ગો પર થી પાણી વહી નિકળ્યા હતા રાપર ઉપરાંત સણવા ફતેહગઢ. કલ્યાણપર. સલારી નિલપર આડેસર. માખેલ ભીમાસર સહિત ના ગામો મા વરસાદ ના જોરદાર ઝાપટા પડયા હતા ગાજવીજ સાથે જોરદાર વરસાદ ના ઝાપટાં પડયાં હતાં વાગડ વિસ્તારમાં અડધા થી એક ઈંચ વરસાદ થતાં ચોમાસુ પાક નું વાવેતર કરવામાં આવેલ મગ. કોરડ. બાજરી. કપાસ. મગફળી જુવાર સહિત ના પાક ને ફાયદો થશે તેમ ખેડૂતો એ જણાવ્યું હતું