કેરા ખાતે આવેલ HJD કોલેજ દ્વારા ગજોડ તેમજ બાબીયા ગામે ઘેર બેઠા અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને કીટ અપાઈ

હાલમાં હજુ પણ કોરોનાની મહામારી ચાલી રહી છે. તેવામાં સ્કૂલ કોલેજો પણ હજુ બંધ છે. જેમાં ઘેર બેઠા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હોય છે. તેને ધ્યાને લઈ કેરા ખાતે આવેલ HJD કોલેજ દ્વારા ટપ્પર બોચા ગજોડ તેમજ બાબીયા ગામે વિદ્યાર્થીઓને સ્કૂલ એજ્યુકેશન કીટ જેમાં નોટબુક,કલર,પેન,પેન્સિલ,રબ્બર,એમ ટોટલ 400 કીટ તેમજ માસ્કનું વિતરણ કરાયું હતું.જેમાં કોલેજ ના ચેરમેન જગદીશભાઇ હાલાઇ ગજોડ પ્રાઇમરી સ્કૂલના પ્રિન્શીપલ સરૂભા જાડેજા ગજોડના ઉપસરપંચ કુરપસિંહ જાડેજા ગજોડના તલાટિ કમ મંત્રી અમરસિંહ ગોહિલ તેમજ બાબીયા સ્કૂલના પ્રિન્શીપલ દિનેશભાઇ તારલ તેમજ HJD કોલેજનો સ્ટાફ હાજર રહ્યા હતા.