અબડાસાના જખૌ બંદર પર પી જી વી સી એલ ની બેદરકારી

અબડાસા તાલુકાના ના જખૌ બંદર પર જર્જરિત હાલત માં ઘણા બધા વીજપોલ છે, પી જી વી સી એલ દ્વારા સમયસર નવા વીજપોલ લગાડવામાં આવ્યા નહિ, જેથી થોડુ વરસાદ પડવાથી વીજપોલ તૂટીને નીચે પડી ગયા છે. હવે નવા વીજપોલ નું કામ કરવામાં આવશે, જેને ઓછા માં ઓછા બે ત્રણ દિવસ નીકળી જશે. જખૌ ગામ અને જખૌ બંદર ના સ્થાનિકોને બે ત્રણ દિવસ સુધી વીજળી વગર દિવસ પસાર કરવા પડશે. છેલ્લા કેટલા દિવસ થી જખૌ સ્થાનિક વીજળી અને પાણી મુદ્દે પંચાયત અને ગ્રામજનો વચ્ચે ટકરાવ ચાલુ છે, તેની વચ્ચે જર્જરિત હાલત વાળા વીજપોલ પડવાથી આગ માં ઘી નાખવા જેવું કામ પી જી વી સી એલ ની બેદરકારીથી થયો છે…..