ભારતમાં કોરોના ટેસ્ટ 1 કરોડ પર પહોંચ્યા, કેસમાં વિશ્વમાં નંબર ત્રણ પર છતાં પણ વસતીની સંખ્યાએ નથી થઈ રહ્યાં ટેસ્ટ

આખરે ભારતે કોરોના વાયરસના 1 કરોડ પરીક્ષણો પૂર્ણ કર્યા છે. જેમાંથી 6,97,413 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે અને 19,693 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હાલમાં ભારત રશિયાને પાછળ છોડી વિશ્વનો ત્રીજો સૌથી કોરોનોવાયરસ પ્રભાવિત દેશ બન્યો છે. દેશમાં 786 સરકારી અને 314 ખાનગી લેબ્સ છે. જેમાં કોરોના પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં 36,037 કેસ અને 1,943 ના મોત નોંધાયા છે.