કચ્છમાં મોસમનો ૫૧.૩૯ ટકા વરસાદ વરસ્યો

કચ્છ જિલ્લામાં સૌથી વધુ માંડવી તાલુકામાં સરેરાશ વરસાદ સામે ૧૦૦ ટકા વરસાદ : સૌથી ઓછો લખપત તાલુકામાં માત્ર ૧૨.૨૬ ટકા જ વરસાદ થયો ગાંધીનગરઃકચ્છ જીલ્લા માટે આ વર્ષ ખૂબ જ સારું રહેશે. ચોમાસાના શરૂઆતમાં જ કચ્છ જિલ્લામાં મોસમના સરેરાશ વરસાદ સામે ૫૧ ટકાથી વધુ વરસાદ થઈ જવા પામ્યો છે. જિલ્લામાં એકમાત્ર લખપત તાલુકો એવો છે જ્યાં માત્ર હજુ ૧૨ ટકા જ વરસાદ પડ્યો છે. કચ્છ જિલ્લામાં આ વર્ષે રાજ્યમાં ચોમાસું શરૂ થયું તેના પ્રારંભે જ કચ્છ જિલ્લા પર મેઘરાજાની મહેર થવા પામી હતી. મેઘરાજા કચ્છ જિલ્લા પર ઓળઘોળ થતા ચોમાસાના પ્રારંભે જ કચ્છ જિલ્લામાં સરેરાશ વરસાદ ની સામે અત્યાર સુધીમાં ૫૧.૩૯ ટકા વરસાદ થઈ જવા પામ્યો છે. કચ્છ જિલ્લાનો સરેરાશ વરસાદ ૪૧૨ મી.મી છે જેની સામે આ વર્ષે આ સમયગાળા દરમિયાન અત્યાર સુધીમાં કુલ ૨૧૨ મી.મી જેટલો વરસાદ પડ્યો છે. એટલે કે મોસમના સરેરાશ વરસાદ સામે ૫૧.૩૯ ટકા વરસાદ થયો છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં તાલુકાવાર થયેલા વરસાદના આંકડા જોઈએ તો અબડાસા તાલુકામાં અત્યાર સુધીમાં ૧૦૮ મી.મી એટલે કે ૨૮.૭૯ ટકા વરસાદ થવા પામ્યો છે. જ્યારે અંજાર તાલુકામાં અત્યાર સુધીમાં ૨૫૩ મી.મી એટલે કે ૫૭.૬૫ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. ભચાઉ તાલુકામાં અત્યાર સુધીમાં ૨૧૪ મી.મી એટલે કે ૪૮.૨૨ ટકા જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે ભુજ તાલુકામાં અત્યાર સુધીમાં ૧૯૫ મી.મી એટલે કે ૫૪.૫૦ ટકા વરસાદ નોંધાયો છે. ગાંધીધામ તાલુકામાં અત્યાર સુધીમાં ૨૦૬ મી.મી એટલે કે ૫૧.૩૪ ટકા વરસાદ નોંધાયો છે. માંડવી તાલુકામાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદ ની સામે સો ટકા કરતા વધુ વરસાદ નોંધાવા પામ્યો છે. માંડવી તાલુકામાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદ સામે ૪૩૯ મી.મી એટલે કે ૧૦૨.૯૫ ટકા વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત મુન્દ્રા તાલુકામાં અત્યાર સુધીમાં ૨૪૬ મી.મી એટલે કે ૫૨.૩૮ ટકા, તાલુકામાં અત્યાર સુધીમાં ૧૩૪ મી.મી એટલે કે ૩૨.૭૭ ટકા અને રાપર તાલુકામાં અત્યાર સુધીમાં ૨૮૨ મી.મી એટલે કે ૬૦.૧૨ ટકા વરસાદ નોંધાયો છે. કચ્છ જિલ્લામાં એકમાત્ર લખપત તાલુકો એવો છે કે જ્યાં સરેરાશ વરસાદ સામે અત્યાર સુધીમાં ૪૧ મી.મી જ વરસાદ નોંધાયો છે એટલે કે માત્ર ૧૨.૨૬ ટકા જ વરસાદ નોંધાયો છે. આમ કચ્છ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ લખપત તાલુકામાં પડ્યો છે.