ઉમરસાડી દરિયામાં અજાણી બોટ જોવા મળતા દોડધામ મચી

વલસાડ, પારડી ઉમરસાડીગામે દરિયા કિનારે આજ રોજ બોટ તણાઈ આવતા દોડધામ મચી હતી. આ બોટ પર ઉર્દુ ભાષામાં લખ્યું હોવાથી ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો અને ગામલોકોએ પારડી પોલીસને જાણ કરતાં પીએસઆઈ જે એસ રાજપૂત ટીમ સાથે સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી. બોટ પર ઉર્દુ ભાષામાં લખ્યું હોવાથી આંતકવાદી પ્રવૃત્તિની શંકાએ એક સમયે ભય ફેલાયો હતો પોલીસે પણ આ અંગે કોસ્ટગાર્ડને જાણ કરી હતી જે તપાસ દરમિયાન દમણ કોસ્ટગાર્ડની ટીમે હવાઈ જહાજ મારફતે ઉમરસાડી દરિયા કિનારે ચક્કર લાવ્યો હતો અને તેમણે ચાર દિવસ પહેલા દમણ દરિયા કિનારે તણાઇ આવેલી ઈરાની બોટ હોવાનું અને એજ દમણથી અહી તણાઈ આવી હોવાની પુષ્ટિ થઇ હતી.