ભાવનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે પ્રસૂતા બહેનોને દેશી ઓસડિયાથી બનેલ આરોગ્યપ્રદ કીટનું વિતરણ કરાયું

ભાવનગર: ભાવનગર તાલુકાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગ્રામ્ય વિસ્તારની પ્રસૂતા બહેનોને કોરોનાના સમયમાં પોષણયુક્ત આહાર મળે અને પ્રસૂતા બહેનોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે પ્રાથના હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, ભાવનગર દ્વારા ભાવનગર તાલુકાના દરેક ગામમા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્રમા જેટલી પ્રસૂતિ થાય તે તમામ બહેનોને પ્રોટીન અને વિટામિનયુક્ત ખોરાક મળી રહે અને દેશી ઓસડિયાથી રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે વિવિધ ૧૨ વસ્તુ સામેલ કરી બનાવેલ કીટોનુ ભાલના અંતરિયાળ ગામડામાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.સુનિલ પટેલ અને મેડિકલ ઓફિસર ડો.હરપાલસિંહ ગોહિલના વરદ હસ્તે વિતરણ કરવામાં આવેલ. જરૂરિયાતવાળી બહેનોને લાભ મળે તે માટે મેડિકલ ઓફિસર ડો.ફોરમબા ઝાલા અને હેલ્થ વિઝીટર લીલાબેન પરમાર અને સુપરવાઈઝર શ્રી આર.એમ.દાઠીયાએ જહેમત ઉઠાવી હતી. પ્રાથના હેલ્થ અને એજ્યુકેશન ટ્રસ્ટે ગ્રામ્ય વિસ્તારની કૂપોષિત બહેનોને ઉત્તમ કીટ ફાળવવા બદલ તાલુકા હેલ્થ ઓફિસ ભાવનગર દ્વારા  આભારની લાગણી વ્યક્ત કરેલ છે.

( રિપોર્ટર એઝાજ શેખ )