ગત ૨૪ કલાકમાં જિલ્લામા ૨૧ નવા કોરોના પોઝીટીવ કેસો નોંધાયા જ્યારે ૩ દર્દી થયા કોરોનામુક્ત

ભાવનગર: ભાવનગર જિલ્લામા આજરોજ ૨૧ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૪૦૩ થવા પામી છે. ભાવનગરના વિજયરાજનગર ખાતે રહેતા ૩૨ વર્ષીય પિંકલ ગોયાણી, રસાલા કેમ્પ, શેરી નં.૮ ખાતે રહેતા ૭૦ વર્ષીય હરીમલભાઈ કુકરેજા, મોરડિયા સ્કુલ, નારી ખાતે રહેતા ૩૩ વર્ષીય શ્રધ્ધાબેન કોશીયા, નવા સીન્ધુનગર ખાતે રહેતા ૫૪ વર્ષીય ભગવાનભાઈ કુકરેજા, તિલકનગર ખાતે રહેતા ૨૯ વર્ષીય વંદનભાઈ વેજરીયા, તિલકનગરખાતે રહેતા ૨૮ વર્ષીય કાજલબેન વેજરીયા, નિર્મળનગર, ગોંડલીયાની વાડી ખાતે રહેતા ૫૪ વર્ષીય રાજેશભાઈ મકવાણા, મફતનગર, સુભાષનગર ખાતે રહેતા ૩૫ વર્ષીય હિરાબેન ભરવાડીયા, સરીતા સોસાયટી ખાતે રહેતા ૩૩ વર્ષીય સંજયભાઈ રાઠોડ, કુંભારવાડા સર્કલ ખાતે રહેતા ૩૩ વર્ષીય જીતેન્દ્રભાઈ મકવાણા, સિલ્વર બેલ્સ હોસ્ટેલ ખાતે રહેતા ૬૦ વર્ષીય હરેશભાઈ શુક્લ, બોરતળાવ, બેંક કોલોની ખાતે રહેતા ૪૬ વર્ષીય રામજીભાઈ ગોરડિયા, મહુવાના ભગવતી સોસાયટી ખાતે રહેતા ૫૯ વર્ષીય પ્રવિણભાઈ ગૌસ્વામી, મહુવાના જનતા પ્લોટ ખાતે રહેતા ૫૨ વર્ષીય શિલ્પાબેન મહેતા, મહુવાના બગદાણા ગામ ખાતે રહેતા ૨૬ વર્ષીય કિજલબેન ગૌસ્વામી, મહુવાના ભીષ્મનગર ખાતે રહેતા ૮૦ વર્ષીય દેવશીભાઈ ટાંક, મહુવાના ભીષ્મનગર ખાતે રહેતા ૫૪ વર્ષીય હરસુખભાઈ ટાંક, સિહોરના મારૂતીનગર ખાતે રહેતા ૩૨ વર્ષીય આરતીબેન રાઠોડ, સિહોરના કારકોલીયા ખાતે રહેતા ૨૪ વર્ષીય ભરતભાઈ ડાભી, સિહોરના લીલાપર ખાતે રહેતા ૪૫ વર્ષીય ઈકબાલભાઈ પઢીયાર અને સિહોરના લીલાપર ખાતે રહેતા ૧૬ વર્ષીય અમર પઢીયારનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે.જ્યારે આજરોજ ૩ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જેમા ગત તા.૨૭ જુનના રોજ વલ્લભીપુરના ઈટાળીયા ખાતે રહેતા ૩૪ વર્ષીય રમેશભાઈ ધોલેતર, તા.૨૯ જુનના રોજ ભાવનગરના કૃષ્ણકુમાર અખાડા પાસે રહેતા ૪૨ વર્ષીય અમિતસિંહ વેગડ અને તા.૨૬ જુનના રોજ બોટાદના મીરા પાર્ક ખાતે રહેતા ૬૫ વર્ષીય મીનાબેન ઉંડવીયાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ.ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમાત દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.આમ જિલ્લામા નોંધાયેલા ૪૦૩ કેસ પૈકી હાલ ૨૦૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧૮૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૧૩ દર્દીઓનુ અવસાન થયેલ છે. જિલ્લામાં આજ સુધીમાં કુલ ૧૧,૨૩૩ કોરોના સેમ્પલની ચકાસણી કરવામા આવી છે.
(રિપોર્ટર એઝાજ શેખ)