વારાહી નજીક કચ્છ આવતી ટ્રકમાંથી 1.84 લાખની તસ્કરી

વારાહી:બનાસકાંઠાના ડીસા ખાતે આવેલ હરીઓમ ઈન્ડસ્ટ્રીજ ખાતેથી ટ્રકમાં કચ્છના અંજાર,મુ ન્દ્રા,માંડવી તથા ભુજના જુદા-જુદા વેપારીઓના મગદાળ તથા મગનો મોગરદાળના કુલ ૩૭ પ કટા ભરી તા.5મી જુલાઈની રાત્રે ડીસાથી ટ્રક રવાના થઈ હતી.ટ્રક ચાલકે રાધનપુર થઈ વારાહી ટોલ નાકુ પસાર કરી હાઈવે પરની હોટલ પર રાત્રે ચા પાણી કર્યા બાદ ટ્રકના પાછળના ભાગે ચેક કરતા તાડપત્રી તુટેલી હતી અને દાળના કટા ચોરાયેલા હોવાનુ માલુમ પડતા ચાલકે માલીકને આ બાબતે જાણ કરી હતી.ટ્રકમાં માલ ભરાવનાર વિક્રમભાઈ પણ વારાહી દોડી આવેલા અને ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાંથી મગદાળના ૩૩ જયારે મોગરદાળના ૪૦ કટા મળી કુલ ૭૩ કટા રૂ. ૧,૮૪,૮૩૦ ચાલતી ટ્રકમાં થી કોઈએ ચોરી કરી લઈ ગયા હોવાનું માલુમ પડતા આ બાબતે ટ્રકના ચાલક ઉમર સાદિક ભજીર ની ફરીયાદ આધારે વારાહી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી