રાપરની બેંકમાં વાયર ભટકાતા શોટ સર્કિટથી લાગી આગ

રાપર.રાપરના ધમધમતા બેંક વિસ્તારમાં મામલતદાર ક્વાર્ટરથી ટીડીઓ ક્વાર્ટર વચ્ચે આવેલી મેઈન લાઈનની વાયરીંગ વરસાદમાં પવનના લીધે એકબીજાને અડી જતા શોટ સર્કિટ અને તણખા ઉડ્યા હતાં. જેના લીધે સામે આવેલી દેના બેંકની વાયરીંગમાં આગ લાગી હતી. આ આગ એટીએમ વાયરીંગ અને એસી સુધી પહોંચી ગઈ હતી. જેના કારણે બહાર લાઈનમાં ઊભેલા ગ્રાહકોમાં એક છોકરી બેંકના શટર પકડતા તેને જોરદાર અર્થિંગ લાગ્યો હતો. જોકે નજીક ઉભેલા સિક્યોરિટી ગાર્ડે પહેરેલા બુટથી લાત મારતાં છોકરી દૂર ફંગોળાઈ હતી અને મોટી દુર્ઘટના બનતાં અટકી હતી અને તાત્કાલિક લાઈટ બંધ કરાવીને વધુ નુકસાન થતાં અટકાવ્યું હતું. ભીડભાડવાળા વિસ્તારમાં આવા ખુલ્લા વાયર ક્યારેક મોટી દુર્ઘટના સર્જશે તેમ લોક ચર્ચા થઈ હતી. આ બેંક વિસ્તારની બહાર દિવસ દરમિયાન 300થી 400 માણસોની લાઈન લાગી હોય છે ત્યારે આ પ્રકારની ઘટના મોટું રૂપ ધારણ કરે તેના પહેલા વાયરીંગ બદલાવી નાખી જોઈએ.