ગાંધીધામમાં યુવકને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો

ગાંધીધામ : શહેરના ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં જયેશ માલી નામના યુવકના આપઘાત પ્રકરણમાં બે શખ્સો વિરુદ્ધ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો. મેઘપર બોરીચીની શિવધારા સોસાયટીમાં રહેનારો જયેશ માલી નામનો યુવક કચ્છ માર્કેટિંગમાં’ કામ કરતો હતો. તેણે આ દુકાનના ગોદામમાં જઇ ગળેફાંસો ખાઇ લીધો હતો. જે-તે વખતે પોલીસે તેના પેન્ટના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ પણ કબ્જે લીધી હતી. તેનો મોબાઇલ હેક કરી તેના ત્રણ બેન્ક ખાતાં ખોલાવી આ જ દુકાનમાં કામ કરનારા બે શખ્સો તેને હેરાન પરેશાન કરતા હતા. આ બનાવ અંગે શિણાય યોગીપુરમમાં રહેતા રાહુલ અશોક શર્મા તથા ગળપાદરમાં રહેતા વિપુલ દેવજી ચૌધરી વિરુદ્ધ પોલીસ સ્ટેશને સ્ટેશને ગુનો નોંધાયો હતો. આ બંને શખ્સોએ જયેશને એટલી હદે પરેશાન કર્યો હતો કે, અંતે તેને આપઘાત કરવાનો વારો આવ્યો હતો. આ યુવકને મરવા મજબૂર કરનારા આ શખ્સો વિરુદ્ધ વિજય પ્રેમજી માલીએ પોલીસ સ્ટેશને સ્ટેશને ગુનો નોંધાયો હતો, જેના આધારે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.’