ભચાઉમાં ધરણા કરી રહેલા 12 લોકોની કરાઇ ધરપકડ

ગાંધીધામ: ભચાઉ તાલુકાના ખેડૂતોએ ન્યાયની માંગ સાથે મામલતદાર કચેરીમાં ધરણા કરતાં પોલીસે ચાર મહિલા સહિત બાર લોકોની ધરપકડ કરી હતી. ભચાઉની મામલતદાર કચેરીમાં ન્યાયની માગણી સાથે 12 જેટલા લોકોએ ધરણા કર્યા હતા. કોઇપણ પૂર્વ પરવાનગી કે મંજૂરી વગર આ ધરણા કરાતાં પોલીસ ત્યાં પહોંચી આવી હતી. વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસ સંક્રમણની સંભાવના હોવાનું જાણવા છતાં આ લોકોએ’ ધરણા કરતાં પોલીસે 12 લોકોની ધરપકડ કરી હતી અને જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ હતી.