ગાંધીધામમાં પતિએ પત્નીને માર મર્યાની પોલીસ ફરિયાદ
copy image

ગાંધીધામ : શહેરના શક્તિનગર વિસ્તારમાં રહેનારી એક મહિલાને તેના પતિએ મારતાં પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો હતો. શક્તિનગર વિસ્તારમાં બી-46માં રહેતા સુમનસિંઘ વિજ્ઞાનસિંઘ રત્ના નામના મહિલા બજાજ એલાયન્સ લાઇફ ઇન્યોરન્સમાં કામ કરે છે. ગઇકાલે તેઓ પોતાનાં સંતાનો સાથે ઘરે હતા ત્યારે તેમના મિત્ર અંજલિબેન ભાનુશાળી તેમના ઘરે આવ્યા હતા. તેવામાં આ મહિલાનો પતિ વિજ્ઞાનસિંઘ ત્યાં આવ્યો હતો. તેણે પહેલાં અંજલિબેનને `અમારા ઘરે કેમ આવ્યા છો’ તેમ કહી ગાળો આપી હતી. દરમ્યાન સુમનસિંઘ વચ્ચે પડતાં આ શખ્સે પોતાની પત્નીને મુક્કા માર્યા હતા. જેનો આ મહિલાએ પ્રતિકાર કરતાં ઈસમ વધુ ઉશ્કેરાયો હતો અને બાઉન્ડ્રીમાંથી પાઇપ ઉપાડી પોતાની પત્નીને માર માર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મારામારીના આ ઘટનામાં મહિલાને આંખ ઉપર સાત ટાંકા આવ્યા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.’