માળીયામિંયાણા પોલીસે બે તસ્કરોને પકડી પાડ્યા:ચોરાઉ બાઇક-મોબાઇલ જપ્ત

મોરબી, માળીયામિંયાણા પોલીસે બે તસ્કરોને પકડી બાઇક રોકડ રકમ અને એક મોબાઈલ કબજે લીધો છે. માળીયા પોલીસ ટીમ ચોરીના ગુન્હાને ઉકેલવા કાર્યરત હોય દરમિયાન શંકાસ્પદ મોટર સાયકલ જીજે ૧૨ બીએલ ૦૭૪૪ ની પોકેટ કોપથી ખરાઈ કરતા અક્રમ ઈસ્માઈલ ચાવડા રહે ગાંધીધામ અને ગણી ઈસ્માઈલ ચાવડા રહે ગાંધીધામ વાળાએ ચોરીની કબુલાત આપી હતી અને ચોરીમાં ગયેલ ૫૦૦૦ રોકડા અને એક મોબાઈલ કીમત રૂ ૪૦૦૦ નો મુદામાલ રીકવર કરવામાં સફળતા મળી છે તેમજ ચોરીના ગુન્હામાં ઉપયોગમાં લીધેલ નંબર વગરનું મોટરસાયકલ કબજે લીધું છે આ કામગીરી માળીયા પીએસઆઈ આર બી ટાપરીયા, ચેતનભાઈ કડવાતર, જયસુખભાઈ વસીયાણી, વિજયદાન ગઢવી, વસંતરાય વદ્યેરા, શૈલેશભાઈ હણ સહિતની ટીમે કરી હતી.