હળવદના ચરાડવા ગામે મકાનમાં જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા

મોરબી: હળવદ તાલુકાના ચરાડવા ગામે મકાનમાં જુગાર રમતા ચાર પત્ત્।ાપ્રેમીઓઓને મોરબી એલસીબી ટીમે ઝડપી લીધા હતા. મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પી.આઈ વી.બી.જાડેજાની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિક્રમસિંહ બોરાણાને બાતમી મળેલ કે હળવદના ચરાડવા ગામે મસ્જીદ વાળી શેરીમાં રહેતા ભૂપતભાઈ ચતુરભાઈ પટેલ પોતાના રહેણાંક મકાનમાં જુગાર રમી રમાડતા હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડી ત્યાં જુગાર રમી રહેલા ભુપતભાઈ ચતુરભાઈ માકાસણા, દેવકૃષ્ણ ઉર્ફે દીપકભાઈ ગુણવંતભાઈ મહેતા, સતીશભાઈ વિનોદભાઈ મહેતા અને રોહિતભાઈ જનકભાઈ રાવલને રોકડ રકમ રૂ.૩૯,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.